
દેશની ત્રણેય સેનામાં હવે કર્નલ-કેપ્ટનની નિવૃત્તિની વય એક સમાન કરવાની કવાયતઃ 58 વર્ષ કરવાની શક્યતાઓ
- ત્રણેય સેનામાં રિટાર્યડની ઉંમર રસખી કરાશે
- અત્યારે આ ઉમંર જૂદી જૂદી છે
- લગભગ 58 વર્ષ કરવામાં આવી શકે છે.
દિલ્હીઃ-તાજેતરમાં દેશની ત્રણેય સેનાઓ અનેક મોરચે સક્ષમ બની છે. કેન્દ્ર દ્રારા સતત સેનાઓને સંપૂર્ણ શક્તિથી સજ્જ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આર્મી, નેવી અને એરફોર્સમાં કર્નલ રેન્કના અધિકારીઓની નિવૃત્તિની ઉંમર હાલ જે જૂદી જૂદી જોવા મળે છે તેને હવે સૈન્ય બાબતોનો વિભાગે એકસમાન બનાવવા માટે દરખાસ્તો તૈયાર કરી રહ્યા છેજે લશ્કરી અધિકારીઓની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ છે. નિવૃત્તિની વયના સમાનકરણથી ત્રણેય સેવાઓમાં કર્નલ રેન્કના આશરે 15 હજાર જેટલા અધિકારીઓને આ લાભ મળવા પાત્ર બનશે.
આર્મીમાં હાલ કર્નલની નિવૃત્તિની ઉંમર હવે 54 વર્ષ છે. નૌકાદળમાં કેપ્ટન આર્મીમાં કર્નલની સમકક્ષ છે. ત્યાં કેપ્ટન 56 વર્ષમાં નિવૃત્ત થાય છે. જ્યારે વાયુસેનામાં કર્નલનો કરેન્કનું પદ ગ્રુપ કેપ્ટન હોય છે. ત્યાં ગ્રુપ કેપ્ટનની નિવૃત્તિ વય પાયલોટ માટે 54 વર્ષ અને અન્ય માટે 57 વર્ષ છે.
વર્તમાન વ્યવ્સ્થામાં નિવૃત્ત થયા પછી પણ, કર્નલ કક્ષાના અધિકારીઓને કેટલાક સમય માટે ફરીથી કરાર પર લેવામાં આવે છે. પરંતુ આ સમય દરમિયાન તેમનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવતો નથી જ્યારે પગાર સંપૂર્ણ રીતે આપવામાં આવે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, ત્રણેય સેવાઓમાં કર્નલ રેન્કના તમામ અધિકારીઓની નિવૃત્તિની ઉંમર સમાન રાખવામાં આવશે. જો સૂત્રોની વાત માનીએ તો, વાયુસેનામાં 57 વર્ષમાં આ સૌથી વધુ સંખ્યા છે. તેથી, ત્રણેય સેવાઓ માટે તેને વધારીને 58 વર્ષ કરવામાં આવી શકે છે.