પાણીમાંથી હાઈડ્રોજન પેદા કરીને રાંધણ ગેસ બનાવવાની ક્રાંતિકારી શોધ, જુઓ VIDEO
[અલકેશ પટેલ], અમદાવાદ, 20 માર્ચ, 2026 – Revolutionary invention to produce cooking gas from water પશ્ચિમ એશિયામાં યુદ્ધને પગલે રાંધણ ગેસ સહિત પેટ્રોલિયમ પેદાશોની અછતનું જોખમ ઊભું થઈ રહ્યું છે તેવા સમયે એક ક્રાંતિકારી શોધના સમાચાર આવી રહ્યા છે.
વાસ્તવમાં દુનિયાના અમુક દેશોમાં હાઈડ્રોજન આધારિત રેલવે ટ્રેનો ચલાવવામાં આવી રહી છે અને ભારતમાં પણ એ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. પરંતુ આજે જે સમાચાર આવ્યા છે તેનાથી દેશના સામાન્ય નાગરિકોનું જીવન કાયમ માટે બદલાઈ જઈ શકે તેમ છે.
સોશિયલ મીડિયામાં દેશના એક પ્રબુદ્ધ નાગરિક રતન શારદાએ એક વીડિયો શૅર કર્યો છે જેમાં એક વ્યક્તિએ પાણીમાંથી હાઈડ્રોજન અલગ તારવીને તેનો રાંધણગેસ તરીકે ઉપયોગ કર્યો હોવાનું જોવા મળે છે. એક X પોસ્ટમાં આ વિશે માહિતી આપવા સાથે રતન શારદાએ ભારત સરકારને આ વાત ધ્યાનમાં લેવા અને સાથે આવી ક્રાંતિકારી શોધ કરનાર વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ અપીલ કરી છે.
This is one of the most amazing inventions! @PMOIndia should immediately take cognizance and co-opt this scientist team at the earliest. Also provide him protection. #Hydrogen based cooking stove working on water!! 🙏💐 Doesn’t look fake at all. Let scientists test & decide. At… pic.twitter.com/bssxfNcKx1
— Ratan Sharda 🇮🇳 रतन शारदा (@RatanSharda55) March 20, 2026
આર્ટ ઑફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરના એક કાર્યક્રમમાં મહેશજી નામે એક વ્યક્તિનું સન્માન કરે છે અને તેમણે પાણીમાંથી રાંધણગેસની શોધ કરી હોવાનું જણાવે છે. ત્યારબાદ મહેશજી આ સમગ્ર પ્રક્રિયા સમજાવતા જોવા મળે છે.
જુઓ વીડિયો…
મહેશજીનો દાવો છે કે તેમણે પાણીમાંથી રાંધણગેસ અલગ તારવવાની ટેકનોલોજી શોધી કાઢી છે. તેઓ કહે છે કે, પાણીમાંથી મશીન દ્વારા ઓક્સિજન અને હાઈડ્રોજન અલગ પડે છે. ઓક્સિજન સીધો હવામાં ભળી જાય છે જેથી હવા શુદ્ધ થાય. જ્યારે હાઈડ્રોજનને ગેસની સગડી સાથે જોડી દેવાથી તેના દ્વારા રસોઈ બનાવી શકાય છે. આ વીડિયોમાં મહેશજી એવો પણ દાવો કરતા સાંભળવા મળે છે કે 1990ના દાયકામાં ઈથનોલનું સંશોધન તેમણે અને તેમની ટીમે કર્યું હતું.
તેમનું કહેવું છે કે, માત્ર અડધો લીટર પાણીમાંથી છ મહિના કરતાં વધુ સમય સુધી રસોઈ કરી શકાય છે. શ્રી શ્રી રવિશંકરની સભામાં તેમણે જાહેરાત કરી કે, હાલ આ મશીનનો પ્રયોગ આર્ટ ઑફ લિવિંગના આશ્રમમાં થશે અને તેમાં પૂરી સફળતા મળ્યા બાદ દેશના લોકોને ઉપલબ્ધ થઈ શકશે.
જો, આ શોધ સફળ થાય તો દેશ અને દુનિયામાં એલપીજી ગેસની જરૂરિયાત નહીં રહે અને લોકો સાવ નજીવા ખર્ચે રસોઈ બનાવી શકશે.
વીડિયોના અંતે શ્રી શ્રી રવિશંકરજી પણ દાવો કરે છે કે, આ મશીન માત્ર બે-ત્રણ હજારમાં ઉપલબ્ધ થશે.


