1. Home
  2. ગુજરાતી
  3. રોડની સાઈડમાં પાર્કિંગ કરાયેલા વાહનનો ફોટો મોકલનારને ઈનામ અપાશેઃ નીતિન ગડકરી
રોડની સાઈડમાં પાર્કિંગ કરાયેલા વાહનનો ફોટો મોકલનારને ઈનામ અપાશેઃ નીતિન ગડકરી

રોડની સાઈડમાં પાર્કિંગ કરાયેલા વાહનનો ફોટો મોકલનારને ઈનામ અપાશેઃ નીતિન ગડકરી

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર એક કાનૂન લાવી રહી છે જે અનુસાર ખોટી જગ્યાએ પાર્ક ગાડીનો ફોટો મોકલનારને રૂ. 500 આપવામાં આવશે. ગડકરીએ કહ્યું હતું કે, દર જગ્યાએ રોડની સાઈડમાં વાહનો પાર્ક કરવામાં આવે છે જેથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આ સમસ્યા દિલ્હીમાં વધારે જોવા મળે છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં એક કાયદો અમલમાં લાવી શકે છે જેથી કોઈ પણ રોડની સાઈડમાં પાર્ક વાહનનો ફોટો મોબાઈલમાં ક્લિક કરીને મોકલી શકશે. જો વાહન ચાલકેને રૂ. 1000નો દંડ થશે તો ફોટો મોકલનારને રૂ. 500 પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે. જેથી પાર્કિગની સમસ્યા દૂર થઈ શકે છે. લોકો ઘર મોટુ બનાવી લે છે પરંતુ પાર્કિગની વ્યવસ્થા કરતા નથી. કેન્દ્રીય મંત્રીએ પોતાના ઘરનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, નાગપુર ખાતે જે રોટલી બનાવવા આવે છે તેની પાસે સેકન્ડ હેન્ડ બે ગાડીઓ છે, પહેલા અમેરીકામાં એવુ હતું કે સફાઈ કરવા આવતી મહિલા પાસે કાર હતી. તેને આપણે આશ્ચર્ય રીતે જોવા હતા. હવે ભારતમાં આવી પરિસ્થિતિ જોવા મળે છે. નાગપુરના ઘરે 12 ગાડીઓનું પાર્કિંગ બનાવ્યું હતું, અમે રોડ ઉપર ગાડી ઉભી નથી રાખતા, ભારતમાં એક પરિવારના ચાર લોકો પાસે કુલ 6 ગાડીઓ જોવા મળે છે. કેન્દ્રીય મંત્રીએ દિલ્હીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, દિલ્હીવાળા નસીબદાર છે કેમ કે રોડ તો અમે તેમની ગાડીઓના પાર્કિંગ માટે બનાવ્યાં છે, કોઈ પણ પાર્કિંગ બનાવતું નથી અને લોકો પોતાની ગાડીઓ રસ્તાના કિનારે પાર્ક કરી દે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code