1. Home
  2. ગુજરાતી
  3. BCC ના 36મા અધ્યક્ષ તરીકેની કમાન સંભાળશે હવે રોજર બિન્ની – ક્રિકેટ ક્ષેત્રમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે
BCC ના 36મા અધ્યક્ષ તરીકેની કમાન સંભાળશે હવે રોજર બિન્ની – ક્રિકેટ ક્ષેત્રમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે

BCC ના 36મા અધ્યક્ષ તરીકેની કમાન સંભાળશે હવે રોજર બિન્ની – ક્રિકેટ ક્ષેત્રમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે

0
Social Share
  • રોજર બિન્ની બીસીસીઆઈના 36મા અધ્યક્ષ બન્યા
  • ક્રિક્રેટમાં ઓલરાઉન્ડ રહી ચૂક્યા છે

દિલ્હીઃ- છેલ્લા કેલાક સમયથી બીસીસીઆઈના  અધ્યક્ષ પદને લઈને અનેક અટકળો ચાલી રહી હતી ત્યાર બાદ પૂર્વ ક્રિકે્રેટર સૌંરવ ગાંગુલી આ પદ છોડી રહ્યા છે તેના પણ સંક્ત આપ્યા હતા ત્યારે હવે ફાઈનલી બીસીસીઆઈના 36મા અધ્યક્ષ પદ તરીકે રોજડન બિન્નીને કમાન સોંપવામાં આવી ચૂકી છે.

આજરોજ મંગળવારે મુંબઈની તાજ હોટલમાં યોજાયેલી  બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભામાં  તેમના નામ પર મહોર લાગાવામાં આવી ચૂકી છે. BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ખજાનચી અરુણ સિંહ ધૂમલ અને ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને નવા પ્રમુખ રોજર બિન્ની પોતે બેઠકમાં હાજર હતા.

ઉલ્લેખનીય છે કે રોજર બિન્નીનો ક્રિકેટનો ઈતિહાસ રસપ્રદ અને રોમાંચક રહ્યો છે તેઓ એક ઓલરાઉન્ડર રહી ચૂક્યા છે આ સાથે જ તેઓ 1983માં ટીમ ન્ડિયા માટે વર્લ્ડ કપ જીત્યો હતો.આ સાથે જ  બિન્નીએ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું સ્થાન ગ્રહણ કર્યું છે. 

બીસીસીઆઈ ના અધ્યક્ષ પદ માટે 67 વર્ષીય રોજર બિન્ની એકમાત્ર ઉમેદવાર હતા. તેમના સિવાય કોઈએ નોમિનેટ કર્યું ન હતું. આવી સ્થિતિમાં રોજર બિન્નીને BCCIના નવા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. હોદ્દેદારોની આ ચૂંટણી માત્ર ઔપચારિકતા હતી, કારણ કે તેઓ બિનહરીફ ચૂંટાય તેવી ખાતરી હતી. આ સાથે જ રોજર બિન્ની કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે. પરંતુ હવે તેઓ બીસીસીઆઈ પ્રમુખ બનતાની સાથે જ આ પદ છોડી દેશે

રોજર બિન્ની 1979-87 દરમિયાન ભારત માટે 27 ટેસ્ટ અને 72 વન-ડે ઈન્ટરનેશનલમાં દેખાયા હતા. તેણે વર્ષ 1979માં પાકિસ્તાન સામે બેંગ્લોર ટેસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. બિન્નીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 3.63ની એવરેજથી 47 વિકેટ લીધી હતી. તે જ સમયે, તેના નામે વન-ડે ઈન્ટરનેશનલમાં 29.35ની એવરેજથી 77 વિકેટનો રેકોર્ડ  રહ્છેયો

રોજર બિન્નીના નામે ટેસ્ટમાં 830 રન અને વન ડેમાં 629 રન છે. 1983 વર્લ્ડકપ વિજેતા ટીમના મહત્ત્વના ખેલાડી રહી ચૂક્યા છે. તેઓએ 1983ના વર્લ્ડકપમાં 18 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપમાં તેઓએ ઝડપેલી 4 વિકેટનો સ્પેલ યાદગાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code