
મુંબઈ:દિગ્ગજ ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત અને રામ ચરણ-જુનિયર એનટીઆર અભિનીત ફિલ્મ ‘RRR’એ ફરી ભારતનો ઝંડો ઊંચક્યો છે.ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યા બાદ, ફિલ્મે હવે 28મા ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં પણ બે એવોર્ડ મેળવ્યા છે.ગોલ્ડન ગ્લોબ જીત્યા બાદ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો છે.આ સિવાય ફિલ્મે તેના ગીત ‘નાટુ નાટુ’ માટે ‘શ્રેષ્ઠ ગીત’ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ પણ જીત્યો હતો.
આ માહિતી ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે. ટ્વીટમાં લખ્યું છે કે, ‘ફિલ્મ ‘RRR’ના કલાકારો અને ક્રૂને ખૂબ ખૂબ અભિનંદન.આ ફિલ્મને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો.’RRR’ આ કેટેગરીમાં ‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’, ‘આર્જેન્ટિના 1985’, ‘બાર્ડો’, ‘ફોલ્સ ક્રોનિકલ ઓફ અ હેન્ડફુલ ઓફ ટ્રુથ્સ’, ‘ક્લોઝ’ અને ‘ડિસિઝન ટુ લીવ’ સાથે સ્પર્ધા કરે છે.પરંતુ આ બધી ફિલ્મોને હરાવીને ‘RRR’એ શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જીત્યો છે.
આ ઉપરાંત ફિલ્મના ગીત નાટુ નાટુને પણ શ્રેષ્ઠ ગીત માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો છે. આ સારા સમાચાર ‘RRR’ ફિલ્મના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યા છે. ટ્વીટમાં લખ્યું છે કે, ‘આ શેર કરતા ઘણો આનંદ થાય છે કે અમે ‘નાટુ નાટુ’ માટે બેસ્ટ સોંગ ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ જીત્યો છે.આ પહેલા ફિલ્મના નાટુ નાટુ ગીતને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.