આ રાજ્યમાં કુતરાઓ પાળવા માટે બનાવાયા નિયમ , હવે કુતરાઓ પાળતા માલિકોએ રાખવું પડશે ધ્યાન
- કુતરા પાળનારાઓ માટે નિયમો
- ઉત્તરપ્રદેશે લાગુ કર્યા માલિક માટે નિયમ
લખનૌઃ- દેશભરમાં ઘણી જગ્યાઓ પર કુતરાઓ ગલીઓમાં શેરીોમાં રોડ રસ્તાઓ પર રખડતા જોવા મળે છે, તો વળી કુતરા પાળવાના શોખીનો પણ એટલા જ છે,જો કે હવે જે લોકો ઉત્તરપ્રદેશમાં રહેતા છે અને કુતરાઓ પાળી રહ્યા છે તેના સામે સખ્ત નિયમો લાગૂ કરાયા છે.
ઉત્તર પ્રદેશમાં આ બાબતે નિયમોનો આદેશ આપવામાં આવ્યો છે જેનું કુતરા પાળતા દરેક લોકોએ પાલન કરવાનું રહેશે જે પ્રમાણે પાલતુ કૂતરાઓના વર્તન માટે હવે માલિકો જવાબદાર રહેશે.શહેરી વિકાસ વિભાગે તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને કૂતરાઓની નોંધણી અંગે માર્ગદર્શિકા જારી કરી છે.
જાણો કયા કયા નિયમો લાગૂ થયા
- હવે કુતરાના માલિકોએ સ્થાનિક સંસ્થાઓને બાંયધરી આપવી પડશે કે તેઓ ખાતરી કરશે કે તેમના પાલતુને જાહેરમાં કોઈ મુશ્કેલી ન પડે.
- નિયમો લાગુ કરનાર લખનૌ રાજ્યનું પ્રથમ શહેર બનવા જઈ રહ્યું છે.
- આગામી દિવસોમાં કૂતરાઓના રજીસ્ટ્રેશનની મંજૂરી આપતી વખતે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા લાગુ કરવામાં આવી રહી છે.
- આ નીતિ નોઇડાને લાગુ પડશે નહીં, કારણ કે તે ઔદ્યોગિક વિસ્તાર છે, જે ઔદ્યોગિક વિકાસ વિભાગ દ્વારા સંચાલિત છે,
- જ્યારે કૂતરાને બહાર ફરવા અથવા અન્ય રૂટિન માટે લઈ જવામાં આવે ત્યારે ચિપને કોલર સાથે જોડવી પડે છે.
- જો કોઈ સાર્વજનિક સ્થળે શેરીમાં અથવા ઘરની બહાર કોઈ ચિપ વિના કૂતરો જોવા મળે છે, તો મ્યુનિસિપલ અધિકારીઓને આવા કૂતરાઓને પકડીને સરકાર સંચાલિત શેલ્ટર હોમમાં લઈ જવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
- જ્યારે રખડતા કૂતરાઓનું રજીસ્ટ્રેશન કોઈપણ ચાર્જ વગર તેમજ નસબંધી અને પ્રથમ રસીકરણ કરવામાં આવશે. પાંચ કે તેથી વધુ રખડતા કૂતરાઓને દત્તક લેનાર વ્યક્તિઓ અને રહેણાંક જૂથોને આશ્રય ગૃહો સમાન ગણવામાં આવશેઆ
- આ સાથે જ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
- પાળતુ પ્રાણીની નોંધણી કરતી નાગરિક સંસ્થાએ કૂતરાના માલિકને એક ચિપ અથવા ટોકન પણ આપવી પડશે, જેમાં પાલતુનો નોંધણી નંબર તેમજ માલિકનું નામ, સરનામું અને સંપર્ક નંબર હશે.
મળતી વિહત પ્રમાણે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યમાં વિકરાળ કૂતરાઓ દ્વારા હુમલાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. બ્રીડર્સ, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનો અને મોટી સંખ્યામાં રખડતા કૂતરાઓને દત્તક લેનાર વ્યક્તિઓ માટે પણ નિયમોનો સમૂહ નક્કી કરવામાં આવ્યો છે. રખડતા કૂતરાઓનું રજીસ્ટ્રેશન કોઈપણ ફી વગર કરવામાં આવશે.