1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. CM કાર્યાલયના સ્ટાફનો વિજય રૂપાણીએ માન્યો આભાર, કર્મયોગીઓ થયા ભાવુક
CM કાર્યાલયના સ્ટાફનો વિજય રૂપાણીએ માન્યો આભાર, કર્મયોગીઓ થયા ભાવુક

CM કાર્યાલયના સ્ટાફનો વિજય રૂપાણીએ માન્યો આભાર, કર્મયોગીઓ થયા ભાવુક

0
Social Share

અમદાવાદઃ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે પોતાના મુખ્યમંત્રી કાર્યાલયના સ્ટાફના તમામ અધિકારી, કર્મચારીઓ અને સેવક મિત્રોને મળીને પાંચ વર્ષ સુધી રાત દિવસ જોયા વિના ખડપગે રહીને ગુજરાતીઓની સેવા કરવામાં યથાયોગ મદદરૂપ થવા બદલ સૌનો આભાર માની તમામને શુભેચ્છાઓ આપી હતી.

વિજય રુપાણીએ કહ્યું હતું કે, આ પાંચ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામ કરી સહકાર આપી સરકાર અને મુખ્યમંત્રી કાર્યાલયની ગરીમા વધારવા બદલ સૌ કર્મયોગીઓનો દિલથી આભાર માન્યો હતો.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સંવેદનશીલ વિજય રૂપાણીની કામ કરવાની અલગ શૈલી, સહજતા, પરિવારની ભાવના, કોમનમેનની ઓળખ, સૌને સાથે લઈને ચાલવાની કાર્યપદ્ધતિના પરિણામે કર્મયોગીઓ ભાવુક થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ખૂબ જ સહજ રીતે કામ કરવાના અનુભવો પણ કર્મયોગીઓએ વાગોળી મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ વેળાએ સ્ટાફના સૌ અધિકારીઓ- કર્મચારીઓએ વિજય રુપાણીને દિલથી શુભેચ્છાઓ આપી સ્વસ્થ આરોગ્યની કામના કરી ગુજરાતની પ્રજાને સેવા કરવાની પ્રભુ ખૂબ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

(PHOTO- DD NEWS GUJARATI)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code