
સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ રિલીઝના 5 દિવસમાં જ 200 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં
મુંબઈઃ- દિવાળીના દિવસે સિનેમાઘરોમાં સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થી હતી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી ત્યારબાદ ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી આ ફિલ્મે 100 કરોડનો તો આંકડો પાર કરી જ લીધો ચે જો કે હવે રિલીઝના 5 દિવસ બાદ ફિલ્મ 200 કરોડની કમાણી કરવાની નજીક પહોંચી ચૂકી છે.
સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનીત એક્શન ફિલ્મ ‘ટાઈગર 3’ સિનેમાઘરોમાં હિટ થઈ ગઈ છે. 2012 અને 2017માં ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ દ્વારા ચાહકોના દિલ જીતનાર સલમાન-કેટરિનાની જોડી ‘ટાઈગર 3’ સાથે વાપસી કરી છે આ ફિલ્મને લઈને દર્શકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેટલો ફ્રેન્ચાઈઝીની છેલ્લી બે ફિલ્મોમાં હતો.
યશ રાજ સ્પાય યુનિવર્સ ની ફિલ્મ ‘ટાઈગર 3’ એ 44.5 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ કરી હતી. આ પછી બીજા દિવસે આ આંકડો વધીને 59 કરોડ થઈ ગયો. ત્રીજા દિવસે ફિલ્મનું કલેક્શન ઘટીને 44 કરોડ રૂપિયા થઈ ગયું હતું, પરંતુ આની ફિલ્મની સફળતા પર બહુ અસર જોવા મળી નથી. તે જ સમયે, ફિલ્મે રિલીઝના પહેલા બુધવારે એટલે કે ચોથા દિવસે પણ 20 કરોડ રૂપિયાની કમાણી કરી નથી.
‘ટાઈગર 3’ એ ચાર દિવસમાં સૌથી ઓછું કલેક્શન (18.98 કરોડ) કર્યું છે. ફિલ્મનો કુલ ડોમેસ્ટિક બિઝનેસ 166.48 કરોડ રૂપિયા પર અટકી ગયો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મે માત્ર બે દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો અને તેનું કલેક્શન 200 કરોડના ક્લબમાં પ્રવેશવાની નજીક છે.