1. Home
  2. ગુજરાતી
  3. સાઉથ બાદ પંજાબી સિનેમામાં સંજય દત્તની એન્ટ્રી,આ સુપરસ્ટારની ફિલ્મથી કરશે ડેબ્યૂ
સાઉથ બાદ પંજાબી સિનેમામાં સંજય દત્તની એન્ટ્રી,આ સુપરસ્ટારની ફિલ્મથી કરશે ડેબ્યૂ

સાઉથ બાદ પંજાબી સિનેમામાં સંજય દત્તની એન્ટ્રી,આ સુપરસ્ટારની ફિલ્મથી કરશે ડેબ્યૂ

0
Social Share

મુંબઈ:બોલિવૂડના ‘બાબા’ સંજય દત્તનો સ્ટાર આ દિવસોમાં વધી રહ્યો છે. બોલિવૂડમાં સંજય દત્ત ભલે ઓછો દેખાતો હોય, પરંતુ સાઉથ સિનેમામાં તેનો સિક્કો બરાબર ચાલી રહ્યો છે. સંજય દત્ત પાસે સાઉથની ઘણી ફિલ્મો છે અને હવે સંજયે તેની એક્ટિંગ કરિયરમાં વધુ એક છલાંગ લગાવી છે. સંજય દત્તે તાજેતરમાં જ તેનો 64મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ દિવસે તેણે તેની આગામી સાઉથ ફિલ્મોમાંથી તેનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો.

હવે સંજય દત્ત પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ગિપ્પી ગ્રેવાલની ફિલ્મથી સંજય દત્ત પંજાબી સિનેમામાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. ગિપ્પી ગ્રેવાલની અગાઉની ફિલ્મ ‘કેરી ઓન જટ્ટા ૩’ હતી, જેણે 100 કરોડનો બિઝનેસ કર્યો હતો.

https://www.instagram.com/p/CvW_o6zPzT-/?utm_source=ig_embed&ig_rid=76c2475f-4eac-46e7-9846-9ae4cdb08bb6

‘કેરી ઓન જટ્ટા’ પંજાબી સિનેમાની પહેલી ફિલ્મ છે, જેણે 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી છે. હવે સંજય દત્તે ગિપ્પી ગ્રેવાલ સાથે હાથ મિલાવ્યો છે. સંજય દત્તે પોતે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને આ ખુશખબર આપી છે. અભિનેતાએ લખ્યું છે કે, હું અભિનેતા ગિપ્પી ગ્રેવાલ સાથે મારી પ્રથમ પંજાબી ફિલ્મ શેરા દી કા પંજાબીની જાહેરાત કરતાં ખૂબ જ ગર્વ અનુભવું છું.

પંજાબી સુપરસ્ટાર ગિપ્પી ગ્રેવાલે ચાલુ વર્ષે તેના જન્મદિવસ (2 જાન્યુઆરી) પર તેની આગામી ફિલ્મ શેરા દી કૌમ પંજાબીની જાહેરાત કરી હતી અને આ ફિલ્મમાંથી તેને ફર્સ્ટ લૂક પણ શેર કર્યો હતો. ગિપ્પી ગ્રેવાલ પોતે આ ફિલ્મ બનાવી રહ્યા છે, જે 12 એપ્રિલ 2024ના રોજ રિલીઝ થઈ રહી છે.

https://www.instagram.com/p/Cm5Z0H_J9cd/?img_index=1

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code