1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આજે સરદાર પટેલની જન્મજયંતિ, જાણો લોખંડી પુરુષ બનવાની રસપ્રદ સફર
આજે સરદાર પટેલની જન્મજયંતિ, જાણો લોખંડી પુરુષ બનવાની રસપ્રદ સફર

આજે સરદાર પટેલની જન્મજયંતિ, જાણો લોખંડી પુરુષ બનવાની રસપ્રદ સફર

0
Social Share

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. આ દિવસને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. સરદાર પટેલે દેશની આઝાદીમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. જે બાદ સરદાર પટેલને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયેલા ભારતમાં દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે જોવામાં આવ્યા.કૉંગ્રેસમાં લગભગ બધા જ ઈચ્છતા હતા કે સરદાર પટેલ વડાપ્રધાન બને, પરંતુ મહાત્મા ગાંધીના કહેવાથી તેમણે વડાપ્રધાન બનવાની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.આ લોખંડી પુરુષે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને ભારત અને ચીન વચ્ચેના સંબંધો અંગે અગાઉથી ચેતવણી આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે જાણીએ તેમના જીવન સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો.જાણો શા માટે સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ કહેવામાં આવે છે અને તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું કારણ.

સરદાર પટેલની પારિવારિક પૃષ્ઠભૂમિ

સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના ખેડા જિલ્લામાં થયો હતો. તે ખેડૂત પરિવારના હતા.જોકે, એક સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો તેની મહેનત અને ક્ષમતાના બળ પર ભવિષ્યમાં ખાસ બન્યા.

દેશની સ્વતંત્રતામાં ભૂમિકા

વલ્લભભાઈ પટેલ દારૂબંધી, અસ્પૃશ્યતા અને મહિલાઓ પરના અત્યાચાર સામે લડ્યા. હિંદુ-મુસ્લિમ એકતા જાળવવા માટે ખૂબ પ્રયાસ કર્યા. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેઓ ઘણી વખત જેલમાં ગયા પરંતુ અંગ્રેજ સરકારને પટેલની દ્રઢતા સામે ઝૂકવું પડ્યું.

સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બની શકતા હતા પટેલ

જ્યારે દેશ આઝાદ થયો, ત્યારે ભારતમાં નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ થઈ. તમામની નજર કોંગ્રેસના નવા અધ્યક્ષના નામ પર હતી. એવી અપેક્ષા હતી કે કોંગ્રેસના નવા પ્રમુખ ભારતના પ્રથમ વડાપ્રધાન હશે. સરદાર પટેલની લોકપ્રિયતાને કારણે કોંગ્રેસ સમિતિએ નહેરુના નામની દરખાસ્ત કરી ન હતી અને પટેલ સંપૂર્ણ બહુમતી સાથે પક્ષના પ્રમુખ બન્યા હતા, પરંતુ ગાંધીજીએ સરદાર પટેલને પીછેહઠ કરવા કહ્યું, આ ભયથી કે આનાથી પાર્ટીમાં વિભાજન ન થઈ જાય.સરદાર વલ્લભભાઈ પટેલ જાણતા હતા કે,તેઓ દેશના વડાપ્રધાન બની શકે છે પરંતુ તેમણે ગાંધીજીની વાત માની અને પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું.

ભારતીય સંઘમાં રજવાડાઓનું વિલીનીકરણ

જો કે પટેલને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. આ પદ ગૃહમંત્રી સમાન હતું.તેમને બીજી ઘણી જવાબદારીઓ સોંપવામાં આવી હતી.સૌથી મોટો પડકાર ભારતમાં રજવાડાઓના વિલીનીકરણનો હતો.ભારત સરકાર હેઠળના નાના-મોટા રાજાઓ, નવાબોને તાબે કરીને રજવાડાનો અંત લાવવાનું સરળ કામ નહોતું, પરંતુ કોઈપણ યુદ્ધ વિના સરદાર પટેલે 562 રજવાડાઓને ભારત સંઘમાં ભેળવી દીધા.

ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ ઘણો જૂનો છે. સરદાર પટેલે ચીનના ષડયંત્રોની આગાહી કરી હતી. 1950 માં, તેમણે નેહરુને એક પત્ર લખ્યો, જેમાં તેમને ચીન તરફથી સંભવિત જોખમ વિશે ચેતવણી આપવામાં આવી. જો કે, નેહરુએ તે સમયે સરદાર પટેલની ચેતવણી પર ધ્યાન આપ્યું ન હતું અને પરિણામે, 1962 માં ચીન યુદ્ધ થયું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code