Site icon Revoi.in

અમદાવાદમાં સત્તાધાર ફ્લાય ઓવરબ્રિજનું એપ્રિલમાં લોકાર્પણ કરાશે

Social Share

અમદાવાદ, 18 માર્ચ 2026: Sattadhar flyover bridge in Ahmedabad શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. તેના લીધે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. એએમસી દ્વારા વધુ ટ્રાફિક રહેતો હોય એવા ચાર રસ્તાઓ પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડીયાના સતાધાર ચાર રસ્તા પર બની રહેલા ફ્લાયઓવર બ્રિજની કામગીરી લગભગ 95 ટકા પૂર્ણ થઈ ચૂકી છે. આગામી  એપ્રિલના પ્રથમ સપ્તાહમાં બ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવી શકે છે. ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના અથવા મંત્રી દ્વારા લોકાર્પણ કરાશે. છે. ઓવરબ્રિજ શરૂ થતા રોજના 50,000થી વધુ વાહનચાલકોને ફાયદો થશે.

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સતાધાર ચાર રસ્તા પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 103.63 કરોડ રૂપિયાના ખર્ચે 975 મીટર લાંબો અને 16.5 મીટર પહોળો 4 લેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેની કામગીરી 95 ટકા સુધી પૂર્ણ થઇ ચૂકી છે અને 31 માર્ચ સુધીમાં ઓવર બ્રિજનું કામ પૂર્ણ થઈ જશે. આ ફ્લાયઓવર શરૂ થતાં ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરી જેવા વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી સરળ બનશે. હાલમાં આ વિસ્તારોમાં ડાયવર્ઝન અને ટ્રાફિકજામને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બ્રિજ શરૂ થયા બાદ પ્રતિદિન અંદાજે 1.5 લાખ વાહનચાલકોને સીધી રાહત મળશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.

એએમસીના સૂત્રોના કહેવા મુજબ શહેરના સત્તાધાર ક્રોસ રોડ પર નિર્માણાધિન ઓવર બ્રિજની સાથે પેવમેન્ટ, મિડિયન, સ્ટ્રીટલાઇટ અને અન્ય આધારભૂત સુવિધાઓનું કામ પણ હાથ ધરાયું છે. બાકી રહેલાં કામમાં ફિનિશિંગ અને સલામતી સંબંધિત કામગીરી પણ કરવામાં આવી છે. એક અઠવાડિયાથી દસ દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જતા ટૂંક સમયમાં જ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.

Exit mobile version