Site icon Revoi.in

ગુજરાતમાં સરકારી શાળાઓમાં 18મીથી 20મી જુન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે તેમજ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે દર વર્ષે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ યાજવામાં આવે છે. આ વર્ષે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભમાં જ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવતો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 18મી જુનથી તારીખ 20મી, જૂન દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારની શાળાઓમાં યોજવામાં આવશે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક દિવસે એક પ્રાથમિક શાળા અને બે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવની કામગીરી કરાવવામાં આવશે.

ગુજરાતની સરકારી શાળાઓમાં આગામી તા. 18મી જુથી 20મી જુન સુધી શાળા પ્રવેશોત્સવ યોજાશે. જેમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ. સચિવો સહિત અધિકારીઓ જુદી જુદી શાળાઓમાં જઈને બાળકોને પ્રવેશોત્સવ કરાશે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક દિવસે એક પ્રાથમિક શાળા અને બે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવની કામગીરી કરાવવામાં આવશે. વધુમાં જિલ્લા કક્ષાએથી આવનારા પદાધિકારીઓ અને અધિકારીઓના રૂટ તેમજ કીટ આપવાની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને કામગીરી કરવાની રહેશે.

શાળા પ્રવેશોત્સવ દરમિયાન એકપણ વિદ્યાર્થી પ્રાથમિક શિક્ષણથી વંચિત રહે નહી તે માટે આયોજન કરવાની સુચના આપવામાં આવી છે. શહેરી વિસ્તારની અને ગ્રામ્ય વિસ્તારની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તારીખ 18મી, મે, બુધવારથી તારીખ 20મી, મે, શુક્રવાર સુધી પ્રવેશોત્સવ યોજાશે. જોકે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને આવરી લેવાય તે માટે દરરોજ એક પ્રાથમિક શાળા, એક માધ્યમિક અને એક ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું છે.

શિક્ષણ વિભાગે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કેટલા વિદ્યાર્થીઓ બાલવાટીકા, ધોરણ-1, ધોરણ-9માં પ્રવેશ લેનાર છે. તેની આંકડાકિય માહિતીનું સંકલન કરવા માટે સર્વે કરવાનો આદેશ કર્યો છે. ઉપરાંત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહેનારા જિલ્લાકક્ષાના પદાધિકારીઓ અને અધિકારીઓને શાળા પ્રવેશોત્સવની કીટ તેમજ રૂટની યાદી મળી રહે તે માટેની કામગીરી કરવાની રહેશે. તેમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (File photo)

Exit mobile version