
સીટ બેલ્ટ માત્ર અકસ્માતથી જ બચાવે છે એવું નથી,તેના અન્ય ફાયદા પણ છે! જાણો
જે લોકો ગાડી ચલાવે છે તે લોકો સીટ બેલ્ટ જરૂર બાંધતા હશે, કેટલાક લોકો સીટ બેલ્ટ લગાયા વગર ગાડી ચલાવતા હશે. લોકોની માન્યતા એવી હોય છે કે સીટ બેલ્ટ બાંધીને ગાડી ચલાવો તો અકસ્માત થાય ત્યારે વ્યક્તિ સલામત રહી શકે છે પરંતુ જો વાત કરવામાં આવે સીટ બેલ્ટથી થતા અન્ય ફાયદા વિશે તો તે જાણીને તમે ચોકી જશો.
એક સર્વેમાં જાણવામાં આવ્યું કે જ્યારે બાળકો અને કિશોરો સીટ બેલ્ટ પહેરતા ન હતા ત્યારે ગંભીર અથવા નાની મોટી ઇજાઓ અને મૃત્યુનું જોખમ બમણા કરતા વધુ (લગભગ 71 ટકા) હતું, જ્યારે સીટ બેલ્ટ પહેરતા હતા ત્યારે 29 ટકા હતા. સીટ બેલ્ટ ગરદન, હિપ અને કરોડરજ્જુની ઇજાઓ સામે રક્ષણ આપે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના અહેવાલમાં જણાવાયું છે કે સીટ બેલ્ટનો ઉપયોગ કારની પાછળની સીટ પર મુસાફરોને મૃત્યુ અને ગંભીર ઈજાના જોખમને 25 ટકા ઘટાડી શકે છે. WHO નો રિપોર્ટ જણાવે છે કે, “સીટ બેલ્ટ પહેરવાથી ડ્રાઈવર અને આગળની સીટ પર બેઠેલા વ્યક્તિ માટે મૃત્યુનું જોખમ 45-50 ટકા ઓછું થઈ જાય છે. સીટ બેલ્ટ પહેરવાથી શરીરને અચાનક આંચકાથી થતી ઈજાઓથી બચાવે છે. આ અચાનક આંચકા ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે અને ઘણી ગંભીર ઈજાઓ પહોંચાડી શકે છે. તે લાંબી મુસાફરી દરમિયાન શરીરની યોગ્ય મુદ્રા જાળવવામાં પણ મદદ કરે છે.
લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.