Site icon Revoi.in

અમદાવાદમાં પ્લેન ક્રેશના ઘટનાસ્થળેથી બીજુ બ્લેક બોક્સ અને DVR મળ્યા

Social Share

અમદાવાદઃ શહેરના એરપોર્ટ નજીક આઇજીપી કમ્પાઉન્ડમાં ગઈ તા. 12મીને ગુરૂવારે લંડન જતું પ્લેન તૂટી પડતા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. એર ઈન્ડિયાના બોઈંગ AI-171 પ્લેન દુર્ઘટનાની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે વિમાનની ટેલના ભાગમાંથી એક બ્લેક બોક્સ અને ડીવીઆર મળી આવ્યા બાદ વધુ એક મોટી સફળતા મળી છે.  કોકપિટમાં રહેલું બીજુ બ્લેક બોક્સ મળી આવ્યું છે. એટલે હવે જાણી શકાશે કે છેલ્લી ઘડીએ વિમાનમાં ખરેખર થયું શું હતું અને કયા કારણોસર વિમાન તૂટી પડ્યું હતુ.

સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ સરકારની વિવિધ ઉચ્ચસ્તરિય એજન્સીઓ દ્વારા વિમાન દૂર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ અધિકારીઓને વિમાનના કોકપિટમાં રહેલું બીજું બ્લેક બોક્સ મળી આવ્યું છે જેને કોકપિટ વોઇસ રૅકોર્ડર પણ કહેવામાં આવે છે. આ શોધ મહત્ત્વપૂર્ણ છે. તેનાથી એ જાણી શકાશે કે છેલ્લી ઘડીએ વિમાનમાં ખરેખર થયું શું હતું અને કયા કારણોસર વિમાન તૂટી પડ્યું. ઉલ્લેખનીય છે કે અગાઉ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ પુષ્ટિ કરી હતી કે ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (FDR) પણ મળી ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી પી. કે. મિશ્રાએ આ બ્લેક બોક્સ મળી આવ્યાની માહિતી કન્ફર્મ કરી હતી. તેમણે રવિવારે જ અમદાવાદમાં પ્લેન ક્રેશ સાઇટની મુલાકાત લીધી હતી. તેઓ સિવિલ હૉસ્પિટલમાં પણ ગયા હતા જ્યાં વિમાન દુર્ઘટનાના ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે.

.

Exit mobile version