Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યાં

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન બે દિવસ પહેલા જ શોપિયામાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. આજે સુરક્ષાદળોએ ત્રાસમાં વધારે 3 આતંકવાદીને એન્કાઊન્ટરમાં ઠાર માર્યાં છે. આમ સુરક્ષા દળોએ 48 કલાકની આંદરમાં જ 6 આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યાં છે. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના માહિતીના આધારે હજુ તેમની શોધખોળ હાથ ધરી છે.

ત્રાલમાં આતંકવાદી છુપાયાં હોવાની માહિતી મળતા સુરક્ષાદળોએ સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. દરમિયાન આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેથી સુરક્ષાદળોએ પણ સામે ગોળીબાર કર્યો હતો. મંગળવારે (13 મે) શોપિયામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. સૈન્ય દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવેલા લશ્કરના એક આતંકવાદીઓનું નામ શાહીદ કુટ્ટે હતું, જે શોપિયાંનો રહેવાસી હતો. તે આઠ માર્ચ, 2023માં લશ્કરમાં સામેલ થયો હતો. વળી, બીજા આતંકવાદીની ઓળખ અદનાન શફી ડાર તરીકે થઈ હતી, જે વંડુના મેલહોરા, શોપિયાંનો રહેવાસી હતો. તે 18 ઓક્ટોબર, 2024માં લશ્કરમાં સામેલ થયો હતો. તે 2024માં શોપિયાંમાં બિનસ્થાનિક શ્રમિકની હત્યામાં સામેલ હતો. પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર શોપિયાંના અનેક વિસ્તારમાં ચોંટાડવામાં આવ્યા હતા. સુરક્ષાદળોએ આતંકવાદીઓની સૂચના આપનારાને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સેનાએ પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓના મોતના ગુનેગારને પાકિસ્તાની આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે.