અમદાવાદઃ સરહદી વિસ્તારના વિકાસના ભાગરૂપે સીમા જાગરણ મંચ દ્વારા અમદાવાદના આશ્રામ રોડ સ્થિત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ખાતે શનિવારે બપોરના 2.30 કલાકે મંથન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100થી વધારે સંસ્થાઓ ભાગ લેશે. જે સરહદી ગામડાઓની સમસ્યાઓના સમાધાન માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લેશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના પૂર્વ મુખ્યસચિવ પી.કે.લહેરી, મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સંયોજક મુરલીધરજી ભીડા ઉપસ્થિત રહેશે.
અમદાવાદમાં સીમા જાગરણ મંચ દ્વારા મંથન કાર્યક્રમનું આયોજન

