Site icon Revoi.in

પરીક્ષા પે ચર્ચા–2025 કાર્યક્રમમાં સાબરકાંઠાની પૂર્વા ગઢવીની પસંદગી

Social Share

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાની અગિયારમાં ધોરણમાં ભણતી ફેઈથ હાઈસ્કૂલની વિદ્યાર્થીની પૂર્વા ગઢવીની પરીક્ષા પે ચર્ચા–2025 કાર્યક્રમમાં પસંદગી થઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારનાં શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા સાત વર્ષથી યોજનાર આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે વિદ્યાર્થીઓ ઈન્ટર એક્ટિવ ચર્ચા કરતા હોય છે. જ્યારે આ વર્ષે આઠમી કડીમાં હિંમતનગરની દિકરી પૂર્વાની પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા માટે પસંદ કરાઈ છે.