શક્તિકાંત દાસનો ગવર્નર તરીકે કાર્યકાળ લંબાવવામાં આવ્યો, આગળના ત્રણ વર્ષ માટે RBIની કમાન તેમના હાથમાં
- કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
- RBI ગવર્નર શક્તિકાંત દાસનું ત્રણ વર્ષનું એક્સટેન્શન
- ભાજપ સરકારમાં આવા પ્રથમ ગવર્નર
દિલ્હી:કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા શક્તિકાંત દાસનો કાર્યકાળ વધારવાનો નિર્ણય કર્યો છે. તેમને આગામી 3 વર્ષ માટે RBI ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ ગુરુવારે મોડી રાત્રે આ નિર્ણયને મંજૂરી આપી હતી. શક્તિકાંત દાસ અગાઉ નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના સચિવ હતા. અને તેમને 11 ડિસેમ્બર 2018 ના રોજ ત્રણ વર્ષના સમયગાળા માટે સેન્ટ્રલ બેંક આરબીઆઈના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
શક્તિકાંત દાસને શાસનના વિવિધ ક્ષેત્રોમાં બહોળો અનુભવ છે અને તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં નાણાં, કર, ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અનુસ્નાતક છે.
ભારત સરકારના નાણા મંત્રાલયમાં તેમના લાંબા કાર્યકાળ દરમિયાન તેઓ 8 કેન્દ્રીય બજેટની તૈયારીમાં સીધા સંકળાયેલા હતા. શક્તિકાંત દાસને 2008માં પી. ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે પ્રથમ વખત સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
શક્તિકાંત દાસે વિશ્વ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB), ન્યુ ડેવલપમેન્ટ બેંક (NDB) અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) માં ભારતના વૈકલ્પિક ગવર્નર તરીકે પણ સેવા આપી છે. તેમણે IMF, G20, BRICS, SAARC વગેરે જેવા આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
આરબીઆઈ એક્ટ સરકારને આરબીઆઈ ગવર્નરની મુદત નક્કી કરવાની મંજૂરી આપે છે, પરંતુ તે પાંચ વર્ષથી વધુ ન હોઈ શકે.
જો કે, જો સરકાર ઇચ્છે તો, તે સતત બીજી વખત RBI ગવર્નરના પદ પર કોઈને નિયુક્ત કરી શકે છે. તાજેતરના વર્ષોમાં ફક્ત એસ. વેંકટરમણનો કાર્યકાળ રઘુરામ રાજન કરતા ઓછો હતો. તેઓ 2 વર્ષ સુધી RBI ગવર્નર હતા.
કેબિનેટની નિમણૂક સમિતિએ ગુરુવારે મોડી રાત્રે તેને મંજૂરી આપી હતી. સરકારે શુક્રવારે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે,આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ડિસેમ્બર 2024 સુધી ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. તેમની પુનઃનિયુક્તિ 10 ડિસેમ્બરથી અથવા આગળના આદેશો સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી અમલમાં રહેશે.
શક્તિકાંત દાસ મૂળ ઓડિશાના છે અને તેનો જન્મ 26 ફેબ્રુઆરી 1957ના રોજ ભુવનેશ્વરમાં થયો હતો. તેઓ તમિલનાડુ કેડરના 1980 બેચના IAS અધિકારી છે.
તેઓ નાણાપંચના સભ્ય પણ રહી ચૂક્યા છે. શક્તિકાંત દાસ એવા વ્યક્તિ તરીકે ઓળખાય છે જે જટિલ મુદ્દાઓ પર સર્વસંમતિ બાંધવામાં માને છે.