1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે સાંસદ મુકૂલ વાસનિકની નિયુક્તિ, પ્રદેશ પ્રમુખે આપ્યો આવકાર
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે સાંસદ મુકૂલ વાસનિકની નિયુક્તિ, પ્રદેશ પ્રમુખે આપ્યો આવકાર

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે સાંસદ મુકૂલ વાસનિકની નિયુક્તિ, પ્રદેશ પ્રમુખે આપ્યો આવકાર

0
Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલને કાર્યભાર સોંપાયા બાદ પ્રદેશ કાંગ્રેસના પ્રભારી તરીકે સાંસદ અને અનુભવી એવા મુકુલ વાસનિકની નિમણૂક કરવામાં આવી છે. ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ખરાબ પ્રદર્શનને લીધે રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે રાજીનામું આપ્યું હતું. આથી તેની જગ્યાએ મુકુલ વાસનિકને નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે. વાસનિક મહારાષ્ટ્રના બુલઢાનાના વતની છે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદ મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારી તરીકે સોંપાયેલી જવાબદારીને આવકારીને સાથે રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વને અનુભવી, નિષ્ઠાવાન અને પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. અને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી ચુકેલા અને લાંબા સમયથી એ.આઈ.સી.સી.ના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળતા મુકુલજીને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી તરીકે કરેલી નિમણુંકને ગુજરાત કોંગ્રેસ આવકારે છે અને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માને છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજની ગુજરાતની સ્થિતિ એવી કે મુઠ્ઠીભર લોકો માલામાલ થઇ રહ્યા છે, મોંઘવારીએ માજા મુકી છે બેરોજગારી અતિ વધી છે. મુખ્યમંત્રી સાથે ફોટો પડાવવાનારાનો છોકરો ગાડી લઇને નિકળે અને લોકોને કચડી નાખે,  ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. દેશમાં મોંઘવારી નો માર છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ રોજ વધી રહ્યાં છે. 2013-14માં ગેસ નો બાટલો 400 માં હતો આજે 1100થા વધુ ભાવ છે બ્રિજનાં ઉદઘાટન પહેલા બ્રિજ તૂટી જાય છે. રાજ્ય સરકારના કર્મચારીઓ પ્રશ્નો ઉકેલાતા નથી તેમજ આશા વર્કરો, આંગણવાડી બહેનોનાં અનેક પ્રશ્નો છે. સરકાર નજીવું વેતન ચુકવી આર્થિક શોષણ કરી રહી છે. ગુજરાતની જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ

હંમેશા કાર્યશીલ છે ગુજરાતીઓના અને ગુજરાતના  હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતી કાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે ત્યારે ગુજરાતીઓના પ્રાણ પ્રશ્નો માટે તેમની સાથે ખભેથી ખભો મિલાવી ગુજરાતના હિતમાં કોંગ્રેસ પક્ષ સતત અવાજ ઉઠાવતો રહેશે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદ મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારી તરીકે સોંપાયેલી જવાબદારીને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી,  અર્જુનભાઈ મોઢવાડીયા,  સિધ્ધાર્થભાઈ પટેલ,  જગદીશભાઈ ઠાકોર, વરિષ્ઠ આગેવાન મધુસુદન મિસ્ત્રી,  દિપક બાબરીયા, સાંસદ નારણભાઈ રાઠવા, ડૉ. અમીબેન યાજ્ઞિક, ડૉ. તુષાર ચૌધરી,  કદીર પીરઝાદા,  સોનલબેન પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, સુખરામભાઈ રાઠવા સહિતના તમામ પદાધિકારીઓ અને કાર્યકરોએ આવકારીને અભિનંદન પાઠવ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code