Site icon Revoi.in

ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટૂર્નામેન્ટ U-16માં શારદામંદિર વિનયમંદિરનો 77 રનથી વિજય

Social Share

અમદાવાદઃ ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અંડર 16ની દુર્ગા હાઈસ્કૂલ અને શારદામંદિર વિનયમંદિર વચ્ચે રમાયેલી મેચમાં શારદામંદિર વિનયમંદિરનો 77 રનથી વિજ્ય થયો હતો. દેવર્શ ત્રિવેદીએ બે ઈનિંગ્સમાં 10 વિકેટ ઝડપી હતી.

Devarsh Trivedi

દુર્ગા હાઈસ્કૂલ અને શારદામંદિર વિનયમંદિર વચ્ચે રમાયેલી મેચમાં ટોસ જીતીને શારદામંદિર વિનયમંદિરએ બોલીગ લીધી હતી. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી દુર્ગા હાઈસ્કૂલે 55.1 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યાં હતા. કોવીધએ 78 બોલમાં 38 રન બનાવ્યાં હતા. આ ઉપરાંત મોહિત સોલંકીએ 61 બોલમાં 25 રન અને ક્રિષ્ણા યાદવે 29 રન બનાવ્યાં હતા. જ્યારે શારદામંદિર વિનયમંદિરના દેવાર્શ ત્રિવેદીએ 20.1 ઓવરમાં 42 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત માનયહ શાહએ બે વિકેટ લીધી હતી. જે બાદ બેટીંગ કરવા ઉતરેલી શારદામંદિર વિનયમંદિરની ટીમે 109.1 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 386 રન બનાવ્યાં હતા. શારદામંદિર વિનયમંદિર તરફથી ધારવ પટેલે 50, જેહાનરાજ ચુડાસમાએ 112, માનયહ શાહએ 74,  આર્યન સોલંકીએ 77 અને રાજવીરએ 17 રન બનાવ્યા હતા. દૂર્ગા હાઈસ્કૂલ તરફથી રીધમ પટેલે 3 વિકેટ, ક્રિષ્ણા યાદવ તથા કોવીધએ બે-બે વિકેટ લીધી હતી. બીજી વખત બેટીંગ કરવા ઉતરેલી દૂર્ગા હાઈસ્કૂલની 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દૂર્ગા હાઈસ્કૂલ તરફથી સૌથી વધારે કર્મ પટેલે સૌથી વધારે 68 રન બનાવ્યાં હતા. શારદામંદિર તરફથી દેવાર્શ ત્રિવેદી અને માનયહ શાહએ ચાર-ચાર વિકેટ ઝડપીને ટીમને વિજ્ય અપાવ્યો હતો.