
લાલ સાગરમાં ડ્રોન હુમલાનો ભોગ બનેલુ જહાજ મુંબઈ બંદર પહોંચ્યુ, સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી
મુંબઈઃ લાલ સાગરમાં વેપારી જહાજ એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ મુંબઈ તટ પર પર આવ્યા પછી અનેક એજન્સીઓએ એકસાથે તપાસ શરૂ કરી છે. ભારતીય તટરક્ષક બળ, ભારતીય નૌસેના, તપાસ એજન્સી તથા અન્ય સંબંધિત અધિકારીઓ આ મામલે સંયુક્ત તપાસ કરી રહ્યા છે. લાઈબેરિયાઈ વેપારી જહાજ એમવી કેમ પ્લૂટોની સાથે ચાલક દળના 21 ભારતીય અને 1 વિયેતનામી સભ્યને મુંબઈ લાવવામાં આવ્યો છે.
આ જહાજના કેમિકલને અન્ય જહાજ પર સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે. હુમલા વિશે જાણવા માટે જહાજ ભારતના પશ્ચિમી તટ મુંબઈ બંદરગાહ પર લાવવામાં આવ્યું છે. આ ક્ષેત્રમાંથી પસાર થતા જહાજને સુરક્ષા પ્રદાન કરવા માટે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ભારત આવતા માલવાહક જહાજની સુરક્ષા અને લાલ સાગર પાસે નિવારક ઉપસ્થિતિ જાળવી રાખવા માટે વિધ્વસંક INS મોરમુગાઓ, INS કોચિ અને INS કોલકાતા વિભિન્ન ક્ષેત્રોમાં તહેનાત કરવામાં આવ્યા છે.
દરિયામાં કોમર્શિયલ જહાજ ઉપર થયેલા હુમલાને ભારત સરકારે ગંભીરતાથી લીધી છે. તેમજ રાજનાથ સિંહે હુમલામાં સંડોવાયેલા લોકો સામે આકરી કાર્યવાહીની ચેતવણી આપી છે. પોરબંદરમાં લગભગ 217 મીલ દરિયામાં 21 ભારતીય ક્રુ મેમ્સર સાથેના કોમર્શિયલ શિપ ઉપર ડ્રોન વડે હુમલો થયો હતો. જે બાદ ભારતીય નૌસેના અને ભારતીય તટરક્ષક દળએ જહાજને મદદ મોકલી હતી. જહાજ ઉપર થયેલા ડ્રોન હુમલા મામલે અમેરિકાએ ઈરાન ઉપર આક્ષેપ કર્યો હતો અને ઈરાને જ હુમલો કરાવ્યાનો દાવો કર્યો હતો. જો કે, ઈરાને અમેરિકાના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યાં હતા.