1. Home
  2. ગુજરાતી
  3. ઈવીએમ સાથે હોય, તો અમેરિકામાં પણ ખિલી શકે છે કમળ: શિવસેના
ઈવીએમ સાથે હોય, તો અમેરિકામાં પણ ખિલી શકે છે કમળ: શિવસેના

ઈવીએમ સાથે હોય, તો અમેરિકામાં પણ ખિલી શકે છે કમળ: શિવસેના

0
Social Share

શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ અને તેમની પાર્ટી ભાજપ પર આકરા નિશાન સાધવામાં આવ્યા છે. સોમવારે પ્રકાશિત થયેલા સામનાના તંત્રલેખમાં મહારાષ્ટ્રના રાજકારણથી લઈન કેન્દ્રની રાજનીતિ સુધીના મામલા પર અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે.

શિવસેનાએ સરકાર પાડનારી સંસ્કૃતિ પર પણ હુમલો કર્યો છે અને સવાલ કર્યો છે કે ભાજપની આ ભાષા વધુ ક્યાં સુધી ચાલશે. તંત્રીલેખની શરૂઆતમાં મહારાષ્ટ્રની કુલ 48 લોકસભા બેઠકોમાંથી 43 બેઠકો પર જીત મેળવવાના દેવેન્દ્ર ફડવણવિસના દાવા સાથે કરવામાં આવી છે.

સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસના આત્મબળની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં પુણેમાં ફડણવિસે સૂત્ર આપ્યું છે કે ગત લોકસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રમાં તેમણે 2 બેઠકો જીતી હતી. આ વખતે તેઓ કોઈપણ સ્થિતિમાં 43 બેઠકો જીતશે. ફડણવિસનો એવો પણ દાવો છે કે આ વખતે તેઓ બારામતીમાં શરદ પવારને પણ હરાવશે. તેના સંદર્ભે પવારે પોતાના સ્વભાવ પ્રમાણે ભાજપને શુભેચ્છા આપી છે. કટાક્ષ કરતા તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે સાચું તો એ છે કે મહારાષ્ટ્રની કુલ બેઠકોમાંથી મતલબ 48માંથી આ લોકો આસાનીથી જીતી શકે છે અને દેશમાં તો પોતાના જોરે 548 બેઠકો તો ક્યાંય ગઈ નથી.

શિવસેનાએ પોતાના મુખપત્રના તંત્રીલેખના માધ્યમથી ઈવીએમ અને રામમંદિરના મુદ્દા પણ ઉઠાવ્યા છે. આગળ ભાજપને સલાહ આફી છે કે સત્તાવાન પાર્ટીની ભાષા સંયમશીલ હોવી જોઈએ અને કોઈ વાત બેલગામ થઈને બોલવી જોઈએ નહીં. શિવસેનાએ કહ્યુ છે કે ઈવીએમ અને આવા પ્રકારનો પરપોટાંવાળો આત્મવિશ્વાસ હોય, તો લંડન અને અમેરિકામાં પણ કમળ ખિલી શકે છે. પરંતુ તેના પહેલા અયોધ્યામાં રામમંદિરનું કમળ કેમ ખિલ્યું નથી? તેનો જવાબ આપો. આવા ઘણાં સવાલોના જવાબ તેમની પાસે નથી. પરંતુ આને પાડીશું, પેલાને પાડીશું, તેને દાડીશું જેવી ભાષા હાલના દિવસોમાં દિલ્હીથી લઈને ગલીઓ સુધી વપરાઈ રહી છે. પાડવાની વાત આમના મોંઢામાં એટલી વસી ગઈ છે કે કોઈ દિવસ સ્લિપ ઓફ ટંગ થઈને ખુદના જ અમુક લોકોને પાડશે. તેવા નિવેદનો ક્યાંક આ લોકોના મોંઢામાંથી નીકળી જાય નહીં. સત્તાધારી દળમાં જે સંયમ અને વિનમ્રતાનો ભાવ હોવો જોઈએ, તે હાલના દિવસોમાં સમાપ્ત થઈ ચુક્યો છે. એક પ્રકારની રાજકીય બધિરતાનું નિર્માણ થયું છે. આ માન્ય છે કે વિરોધી દળ બેલગામ થઈને બોલે છે, તેથી સત્તાધારી દળ પણ આવા પ્રકારે બેકાબુ બનીને બોલે નહીં.

ખેડૂતોના બહાને નિશાન સાધતા શિવસેનાએ કહ્યુ છે કે મહારાષ્ટ્રમાં શીત લહેરને કારણે પાક પર બરફ જામી ગયો છે. ઘણાં ભાગમાં ઝાકળના બિંદુ જામી ગયા છે. તેવી રીતે સત્તાધારીઓની બુદ્ધિ પણ ઠંડીથી જામી ગઈ છે અને રાજકારણ બગડી ગયું છે. આં કંઈ થયું છે શું?ખેડૂતો આજે સંકટમાં છે. દુકાળગ્રસ્ત મહારાષ્ટ્રને કેન્દ્ર સરકારે પણ અવગણ્યું છે. તેના પર જોરથી બૂમ પાડવાના સ્થાને આને પાડો, તેને દાટો જેવી નિવેદનબાજી થઈ રહી છે.

સામનાના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની યુતિનો મામલો અધરતાલ છે. પરંતુ આ સ્થિતિ શિવસેનાએ પેદા કરી નથી. પરંતુ 201માં આ પાપના બીજારોપણ ભાજપે જ કર્યા હતા. સત્તા આવે છે અને ચાલી જાય છે. લહેર આવે છે અને લહેર સમાપ્ત થઈ જાય છે. લોકશઙીમાં દુર્ઘટનાઓ થતી રહે છે. પરંતુ લોકશાહી વ્યવસ્થામાં દુર્ઘટનામાંથી માર્ગ કાઢવાનું કામ જનતાએ જ કરવું પડે છે. જનતાએ આવું કામ ગત 70 વર્ષોમાં ખૂબ સારી રીતે કર્યું છે. કોઈ દુર્ઘટનામાં મજબૂત,  કર્તા-ધર્તા વ્યક્તિની સ્મૃતિ ચાલી જાય છે. તેવી રીતે કોઈ દુર્ઘટનામાં આંચકો લાગ્યા બાદ તેની સ્મૃતિ પાછી પણ આવે છે. આવું વિજ્ઞાન કહે છે. સત્તા કોને જોઈતી નથી ? રાજકારણ ખેલનારા તમામ લોકોને તે જોઈએ છે. પરંતુ ચોવીસ કલાક તેના નશામાં રહીને ઝુમવું અને નશામાં ડૂબીને બોલવું યોગ્ય નથી.

સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી લડવા માટે જ જેવો આપણો જન્મ થયો છે અને બીજા કોઈની ચૂંટણીમાં ઉતરવાની યોગ્યતા પણ નથી. આવા અહંકારી ફૂંફાડાથી મહારાષ્ટ્રનું સામાજિક મન મેલું કરાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં પ્રશ્નોના ડુંગર છે. મુખ્યપ્રધાન આવા સવાલોને છોડીને ચૂંટણી લડવા અને જીતવાની જાળ વણીને બેઠા છે. એક તરફ 48માંથી 3 બેઠકો જીતવાની ગર્જના કરવી અને બીજી તરફ શિવસેનાની સાથે હિંદુત્વના મુદ્દા પર યુતિ થવી જોઈએ તેવું કહેવું. એક વખત શું કરવું છે, તેને નક્કી કરી લો. કંઈપણ અનાપ-શનાપ બોલવાથી લોકોમાં બાકી બચેલી શાખ પણ સમાપ્ત થઈ જશે. જે જીતવું હોય તેને જીતો, પરંતુ મહારાષ્ટ્રના ગંભીર પ્રશ્નોનું શું?

શિવસેનાએ કહ્યું છે કે પુણતાંબેમાં ખેડૂતોની દીકરીઓએ આંદોલન શરૂ કર્યું છે. દીકરીઓ અનશન પર બેઠી છે. આ આંદોલનને કચડવા માટે જે સરકાર પોલીસ ફોર્સનો ઉપયોગ કરે છે, તેમના મોંઢે જીતવાની ભાષા શોભાસ્પદ નથી. ખેડૂતોની દીકરીઓ અને વહુઓને દાડો, એવો સંદેશ સરકાર આપી રહી છે. ડુંગળીનો માત્ર સાડા સાત પૈસા ભાવ મળી રહ્યો છે. દૂધ પર લાગનારા જીએસટીથી ખેડૂતો પરેશાન છે. અનાથઆશ્રમના દત્તક કેન્દ્રોમાં ગત ચાર વર્ષોમાં એક હજારથી વધારે બાળકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં શિક્ષકોની 24 હજાર બેઠકો ખાલી પડી છે. તેને ભરવામાં આવે તેના માટે શિક્ષકો અનશન પર છે. આમાની એકપણ સમસ્યા પર સરકાર પાસે ઉપાય નથી. પરંતુ મહારાષ્ટ્રમાં 48માંથી 3 બેઠકો જીતવાનો ઉપાય સરકારની પાસે છે.

શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં ભાજપ પર નિશાન સાધતા લખવામાં આવ્યું છે કે જનતાને મરવા દો, રાજ્ય ખાખ થવા દો, પરંતુ રાજનીતિ ટકવી જોઈએ. આને પાડીશ, તેને પાડીશ આવું હાલના દિવસોમાં ચાલુ છે. આવા નશામાં તેઓ ખુદ પણ ધરાશાયી થશે. પડવા છતાં પણ ટાંગ ઉપર, તેવી રીતે જ કામકાજ ચાલુ છે. ઠંડીમાં ઝાકળના બિંદુઓ થીજી રહ્યા છે. તેવી રીતે રાજકીય અતિસારથી સત્તાધારીઓની બુદ્ધિ અને મન પણ જામી ગયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code