Site icon Revoi.in

ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડારમાં નોંધપાત્ર વધારો

Social Share

નવી દિલ્હીઃ ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 29 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 3 અબજ 51 કરોડ ડોલર વધીને 694 અબજ 20 કરોડ ડોલરથી વધુ થયો છે.રિઝર્વ બેંકના સાપ્તાહિક આંકડાકીય પ્રકાશન મુજબ, વિદેશી હૂંડિયામણ ભારતના ભંડારનો મુખ્ય ઘટક છે, જે લગભગ એક અબજ 69 કરોડ ડોલર વધીને 583 અબજ 90 કરોડ ડોલરથી વધુ થયો છે. સોનાનો ભંડાર એક અબજ 76 કરોડ ડોલરથી વધુ વધીને 86 અબજ 76 કરોડ ડોલર થયો છે.

સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ ચાર કરોડ ડોલર વધીને 18 અબજ 77 કરોડ ડોલર થયા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાં રિઝર્વ બેંકની સ્થિતિ એક કરોડ આઠ કરોડ ડોલર વધીને ચાર અબજ 74 કરોડ ડોલરથી વધુ થઈ છે.