1. Home
  2. revoinews
  3. UPI વપરાશ કર્તાઓની વધતી સંખ્યા વચ્ચે સતત ત્રીજા મહિને ટ્રાન્જેકશન માં નોંધપાત્ર વધારો
UPI વપરાશ કર્તાઓની વધતી સંખ્યા વચ્ચે સતત ત્રીજા મહિને ટ્રાન્જેકશન માં નોંધપાત્ર વધારો

UPI વપરાશ કર્તાઓની વધતી સંખ્યા વચ્ચે સતત ત્રીજા મહિને ટ્રાન્જેકશન માં નોંધપાત્ર વધારો

0
Social Share

દિલ્હીઃ પીએમ મોદીના અથાગ પ્રયત્નથી ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન મળતું જઈ રહ્યું છે દેશના લોકો હવે કેશ પેમેન્ટને બદલે સતત ઓનલાઈન પેમેન્ટ કરતા થયા છે ત્યારે હવે જો યુપીઆઈ ટ્રાન્જેંકશનની વાત કરીએ તો સતત યુપીઆઈના વ્યવહારો વધતા જઈ રહ્યા છે.

જાણકારી અનુસાર વર્ષ 2016માં શરૂ કરાયેલ UPIનો ટ્રેન્ડ ભારતમાં ઝડપથી વધી રહ્યો છે. આજકાલ લોકો રોકડ વ્યવહારને બદલે ડિજિટલ પેમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે તહેવારોની સિઝનને કારણે નવેમ્બરમાં પણ UPI ટ્રાન્ઝેક્શનમાં વધુ વધારો થવાની ધારણા છે.

વઘતા ડિજિટલ વ્યવહારો વચ્ચેનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસની આમાં મોટી ભૂમિકા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા  દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ઓક્ટોબરમાં દેશભરમાં 1000 કરોડથી વધુ UPI ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ બન્યો છે.

નોંધનીય છે કે ઓક્ટોબરમાં ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં UPIના ઉપયોગમાં 55 ટકા અને ટ્રાન્ઝેક્શનની રકમના સંદર્ભમાં 42 ટકાનો વાર્ષિક વધારો થયો છે. સપ્ટેમ્બર 2023ના ડેટાની વાત કરીએ તો, યુઝર્સે UPI દ્વારા 1056 કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા 15.80 લાખ કરોડ રૂપિયાની રકમનો વ્યવહાર કર્યો હતો. જ્યારે ઓગસ્ટમાં 1058 કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 15.76 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા.

મહત્વની વાચ એ છે કે આ સતત ત્રીજો મહિનો છે જ્યારે UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા 1000 કરોડને વટાવી ગઈ છે. ઓક્ટોબર 2023માં યુઝર્સે કુલ 1,414 કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા એકબીજાને 17.16 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. સતત ત્રણ મહિના સુધી 1000 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થયા છે.

જાણકારી અનુસાર ઓક્ટોબરમાં IMPS દ્વારા 49.3 કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા 5.38 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. આવી સ્થિતિમાં, રકમની દ્રષ્ટિએ 15 ટકા અને ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં 2 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code