1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ગરમીમાં આટલા ફળો તમને રાખે છે તંદુરસ્ત અને એનર્જીથી ભરપુર
ગરમીમાં આટલા ફળો તમને રાખે છે તંદુરસ્ત અને એનર્જીથી ભરપુર

ગરમીમાં આટલા ફળો તમને રાખે છે તંદુરસ્ત અને એનર્જીથી ભરપુર

0
Social Share
  • ગરમીમાં પાઈનેપલ,મોસંબીનું સેવન કરવું જોઈએ
  • તરબૂચ પણ બેસ્ટ ઓપ્શન છે પરંતુ રાતે ન ખાવું જોઈએ

 

હાલ ગરમીની સિઝન શરુ થઈ ચૂકી છે કેચલાક લોકોને ચક્કર આવતા આંખે અંધારા આવવા જેવી ફરીયદો રહે છે, ત્યારે સો કોઈએ પોતાના ખોરાક પર ખાસ રીતે ધ્યાન આપવું જોઈએ, વધુ પડતો તળેલો તીખો ખોરાક ખાતા એટકવું જોઈએ ખાસ કરીને જો ફળોની વાત કરીએ તો ગરમીમા રસદાર ફળોનું સેવન કરવું જોઈએ ,કેરી, પાઈનેપલ, તરબૂચ, નારંગી મોસંબી જેવા ફળો તમારા શરીરને પુરતી એનર્જી આપે છે,દિવસ દરમિયાન તમને નબળાઈથી દૂર રાખે છે, તો ચાલો જોઈએ કયા કયા ફળો ગરમીમાં બેસ્ટ છે.

ગરમીમાં આપણા શરીરને ઠંડક કરાવે તેવા ખોરાકની જરૂર પડે છે જેથી ખોરાકને સંતુલિત કરી શકાય અને એનર્જી લેવલ સ્ટેબલ રહે. 

દ્રાક્ષ

દ્રાક્ષ માઇગ્રેન અને ઇન્ડાઇજેશનનો ઇલાજ કરવામાં મદદ કરે છે. અને તે વિઝન, અસ્થમા અને સ્કિન માટે સારી છે, અને તે સનબર્ન સામે રક્ષણ પણ આપે છે ઉપરાંત, કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. એ એન્ટિ-એજિંગ એજન્ટ પણ છે. એમાં લો કોલેસ્ટ્રોલ, સેચ્યુરેટેડ ફેટ્સ અને સોડિયમ હોય છે. તે વિટામીન C અને K નો સારો સ્રોત છે.

નારંગી(ઓરેંજ)

ટેન્જી અને મીઠી ઓરેંજ, શરીરની ઇમ્યુનિટી વધારવા, કેન્સર અને કિડની સંબંધિત રોગો અટકાવે છે, આ સાથે જ ચામડી અને બ્લડપ્રેશર માટે સારી છે. શરીરને આલ્કલાઇઝ કરે છે, અને સારા કાર્બ્સ ધરાવે છે. તે વિટામિન C નો સમૃદ્ધ સ્ત્રોત છે, વિટામીન A પ્રીકર્સર્સ કે જે વિટામિન Aમાં સુધારો કરવા માટે છે, કેલ્શિયમ અને પોટેશિયમનો સારો સ્રોત છે

તરબૂચ

તરબૂચનું સેવન શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે અને પોટેશિયમ, વિટામીન A અને Cનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જે સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે, પાણીનો ભાગ હોવાથી તે આપણા શરીરને ડિહાઈડ્રાડ થતા બચાવે છે

કેરી

ફળોનો રાજા અએટલે કેરી. તે નાના-મોટા સૌને ગમે છે. તેના આલ્ફાન્સો, કાચી કેરી, પોપટ કેરી વગેરે જેવા વિવિધ પ્રકાર છે. તે એન્ટીઑકિસડન્ટનો સારો સ્રોત છે જે કેન્સરથી બચવા માટે મદદ કરે છે. તેમાં રહેલ હાઇ લેવલનાં ફાઇબર, પેક્ટીન અને વિટામિન C વડે સીરમ કોલેસ્ટ્રોલના, ખાસ કરીને લૉ ડેન્સિટી લિપોપ્રોટીન લેવલને ઘટાડવામાં અને શરીરને આલ્કલાઇન કરવા માટે મદદ કરે છે..

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code