હિમોગ્લોબીનની ઉણપને દૂર કરે છે આટલા શાકભાજી અને ફળો, સવારના નાસ્તામાં કરો તેનું સેવન
- હિમોગ્લોબિનનું પ્રમાણ જાળવવા દાડમનું સેવન બેસ્ટ
- બીટ, દાડમ, ખજૂર, કેળાં અને લીલાં શાકભાજીનો ખાસ ખાવા જોઈએ
આપણા શરીરમાં આયર્ન ફોલિક એસિડ અને વિટામિન બીની ઉણપને લીધે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટવાથી થાક અને નબળાઈ મહેસુસ થાય છે. તેનાથી એનિમિયાની ફરિયાદો રહે છે. એનિમિયાના લક્ષણોમાં સુસ્તી, ચક્કર, માથાનો દુખાવો સતત રહેતો હોય છે. આવી સ્થિતમાં આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે આપણે ડોક્ટરની મુલાકાત લેવી જ પડે છે તો આ વસ્તુઓ થાય તે પહેલા આપણે ઘરે રહીને જ હિમોગ્લોબિનનું પ્રમાણ કેવી રીતે જાળવવું તે જોઈએ.
ઘરમાં રહીને એવો ખોરાક લેવો જોઈએ કે જેથી કરીને શરીરમાં લોહી બને અને હિમોગ્લોબિન વધે શરીરમાં શક્તિનો સંચાર થાય,તેના માટે અનેક ફળો એવા છે કે જેનું સેવન કરવાથઈ આ દરેક સમસ્યાઓમાંથઈ છૂટકારો મળશે.સવારના નાસ્તામાં આ પ્રકારના ફળો શાકભાજી ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે.
હિમોગ્લોબિનને જાળવી રાખવા કરો આટલું
- બીટ, દાડમ, ખજૂર, કેળાં અને લીલાં શાકભાજીનો ખાસ સમાવેશ ખોરાકમાં કરવાથી હિમોગ્લોબિનની ઉણપ દબર થાય છે
- આ સાથે જ બીટરૂટનો જ્યુસ પીવો, જેનાથી આયર્ન મળે છે. બીટને સલાડની જેમ પણ ખાઇ શકાય. સવારે દાડમનો એક કપ જ્યુસ તજનો પાવડર અને મધ નાખીને પીવો.
- દાડમની જેમ ખજૂરમાંનું વિટામીન-સી આયર્ન વધારી હિમોગ્લોબિન વધારે છે.
- દરોજ સવારે દાડમનો એક કપ જ્યુસ તજનો પાવડર અને મધ નાખીને પીવો. દાડમની જેમ ખજૂરમાંનું વિટામીન-સી આયર્ન વધારી હિમોગ્લોબિન વધારે છે.
- બે પીસ ખજૂરને રાત્રે એક કપ દૂધમાં પલાળીને રાખી, સવારે ખાલી પેટે એ દૂધ-ખજૂર ખાવું ફાયદાકારક છે. કેળા અને મધ દિવસમાં બે વાર ખાવાથી તેની ઉણપ દૂર થાય છે
- મેથી, લેટ્યુસ, બ્રોકલી વગેરે જેવી લીલી શાકભાજી કે તેનો જ્યુસ પીવાથી વિટામીન-બી-૧૨, ફોલિક એસિડ, અને અન્ય ન્યુટ્રીઅન્ટ્સ મળે છે.