1. Home
  2. ગુજરાતી
  3. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ડાઉન ,લાખો યૂઝર્સે નોંધાવી ફરીયાદ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ડાઉન ,લાખો યૂઝર્સે નોંધાવી ફરીયાદ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ડાઉન ,લાખો યૂઝર્સે નોંધાવી ફરીયાદ

0
Social Share
  • ઈન્સ્ટાગ્રામ થયું ડાઉન
  • 1.50 લાખ થી વધુ લોકોની ફરીયાદ

દિલ્હીઃ- દેશભરમાં ઘણી વખત અનેક સોશિયલ મીડિયા પ્લેટફઓર્મ ડાઉન થયા હોવાના એહવાલ સામે આવે છે ત્યારે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ ડાઉન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસે  ઈન્ટાગ્રામ ડાઉન થયું હતું. જેના માટે 1 લાખ 80 હજારથી વધુ વપરાશકર્તાઓએ આઉટેજની ટોચ પર પહોંચવાની ફરિયાદ કરી હતી

મેટા પ્લેટફોર્મ ઈન્કના ઈન્સ્ટાગ્રામ પ્રમાણે  કંપનીને જાણ થઈ કે કેટલાક લોકોને રવિવારેએપ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી હતી, જેના કારણે લોકોએ મોટી સંખ્યામાં ફરિયાદો નોંધાવી હતી. જો કે, કંપનીએ અસરગ્રસ્ત વપરાશકર્તાઓની સંખ્યા ચોક્કસ જાહેર કરી નથી.કિંગ વેબસાઇટ Down Detector.com અનુસાર, 1,80,000 વપરાશકર્તાઓએ Instagram ઍક્સેસ કરવા માટે આઉટેજની ટોચ વિશે ફરિયાદ કરી હતી

આ સહીત આ આઉટેજ પાછળનું કારણ ટેક્નિકલ સમસ્યા હોઈ શકે છે, જેના કારણે લોકોને એપ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી હતી, જોકે અમે આ સમસ્યાને ઉકેલવા માટે સતત કામ કરી રહ્યા છીએ. ઈન્સ્ટાગ્રામ રવિવારે લગભગ 1745 ET થી વપરાશકર્તાઓ માટે ડાઉન હતું. એક લાખ 80 હજારથી વધુ યુઝર્સે આ સમસ્યા અંગે ફરિયાદ કરી હતી.

જો કે આ પહેલી વખત નથી આવું આ અગાઉ અનેક વખત થઈ ચૂક્યું છે,આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ Down Detector.com ના જણાવ્યા અનુસાર, યુએસમાં 1 લાખથી વધુ, કેનેડામાં 24,000 અને યુકેમાં 56,000 ઘટનાઓ બની છે. કંપનીના પ્રવક્તાએ ઈ-મેલ દ્વારા આઉટેજ વિશે જણાવ્યું કે અમે શક્ય તેટલી વહેલી તકે વસ્તુઓને સામાન્ય બનાવવા માટે કામ કરી રહ્યા છીએ અને કંપનીએ માફી પણ માંગી હતી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code