અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી
દિલ્હી : અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. USGS અનુસાર, કેલિફોર્નિયાના પેટ્રોલિયામાં ભૂકંપના આ આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર અંદર હતું.
USGS અનુસાર, આ ભૂકંપ પેટ્રોલિયાથી 108 કિમી પશ્ચિમમાં આવ્યો હતો. 22 મેના રોજ સ્થાનિક સમય અનુસાર 00:14:01 વાગ્યે આંચકા અનુભવાયા હતા. અગાઉ સોલોમન ટાપુઓ પર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર હોનિયારામાં આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. આ આંચકા 21મી મેના રોજ રાત્રે 9.15 કલાકે આવ્યા હતા. તેનું કેન્દ્ર જમીનની અંદર 80 કિલોમીટર ઊંડે હતું.
હાલમાં જ પ્રશાંત મહાસાગરમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે બાદ દ્વીપ અને ખંડીય વિસ્તારોમાં સુનામીનું જોખમ વધી ગયું છે. આ અંગે અમેરિકાના ઘણા વિસ્તારોમાં એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું.
પ્રશાંત મહાસાગરમાં ભૂકંપ પહેલા મધ્ય અમેરિકાના ગ્વાટેમાલામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 હતી. યુએસજીએસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કેનિલા નજીક અને જમીનથી 158 માઈલની ઊંડાઈએ હતું.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.