લાકડા જેવી દેખાતી આ ઔષધિ તમારા ગળા માટે કારગાર સાબિત થાય છે,જાણો તેના અનેક ફાયદા વિશે
- જેઠીમધની લાકડી ઓષધિગુણોથી છે ભરપુર
- ગળાને અને અવાજને લગતી સમસ્યામાં છે ફાયદાકારક
શરદી થતાની સાથે જ ગળાની સમસ્યામાં વધારો થાય ચે,ગળામાં ખરાશ આવવી ,ગળામાં દુખાવો થવો અને કેટલાક કિસ્સાઓમાં તો ગળું બેસી જવાની પણ ફરીયાદ હોય છે,બોલવામાં પણ તકલીફ થતી હોય છે,ત્યારે આપણે ઘરેલું નુસ્ખાઓ અપનાવીએ છીએ આ તમામ સમસ્યાઓમાં જેઠીમધ એ રામબાણ ઈલાજ સાબિત થાય છે.જેઠીમધ એક પ્રકારનું લાકડું છે જેનું સેવન કરવાથી બેસી ગયેલો અવાજ ખુલે છે ,ગળાને લગતી દરેક સમસ્યામાં રાહત મળે છે.આ સાથે જ તેમાં Expectorant ગુણ હોય છે. આ શરીરના હવાના માર્ગમાં કફના ઉત્સર્જનને સંતુલિત કરવાનું કામ કરે છે. આના સેવનથી વ્યક્તિ ગળામાં સોજો અને અસ્થમા જેવા રોગોથી બચી શકાય છે.
જાણો જેઠી મધનો ઉપયોગથી કઈ સમસ્યામાં રાહત મળે છે
- જેઠીમધ નો ભૂકો કરીને તેમાં જેઠીમધ ના ભુક્કાની પા ચમચી લઈને તેમાં થોડુક સરસીયું તેલ નાખીને તેને સુંઘવાથી માથાના દુખાવામાં ઘણો ફાયદો થઈ જાય છે.
- ઠી મધના સેવનથી આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે અને હાનિકારક બેક્ટેરિયા અને વાઈરસ આપણા શરીર પર ઝડપી અરસ કરતા અટકે છે.
- આ સાથે જ જેઠીમધનો ભૂખોકરીને તેમાં મધ ઉમેરીને મોઢામામં જો લગાવવામાં આવે તો મોઢાની ચાંદી મટે છે
- જેઠીમધ સાથે મધ મિક્સ કરીને ખાવાથી બેસી ગયેલો આવાજ ખુલી જાય છે અને ગળામાં રાહત થાય છે
- જે લોકોને વારંવાર ગળામાં ખરાશ પડતી હોય તે લોકોએ જેઠીમધનું સેવન કરવું જોઈએ જેનાથી ઘણો ફાયદો થશે.
- આ ઉપરાંત જેઠી મધનો હ્રદય રોગ, અર્થરાઈટિંસ જેવી બિમારીઓથી બચાવે છે તો જેઠી મધમાં ગ્લાયસિરીઝિન અને કાર્બેનોક્સોલોન જેવા સક્રિય સંયોજનો હોવાને કારણે તેમારી પાચન શક્તિ વધારે છે અથવા તો સુધારે છે.
-
ગળાના કોઈપણ પ્રકારનું ઇન્ફેકશન થઇ જવાથી ગળું બેસું જાય છે, અથવાતો શરદી-ઉધરસ નું જોર વધી જવાથી અવાજ બેસી જાય છે અને ગળામાં દુઃખાવો થાય છે ત્યારે જેથી મધનો ટૂકડો મોઢામાં રાખીને તેનો રસ ગળામાં ઉતારવાથી આ તમામ સમસ્યાઓ મટે છે