1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમારા નામ તથા પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા કેટલાક જૂથો અને વ્યક્તિઓ સતત કાર્યરતઃ અદાણી ગૃપ
અમારા નામ તથા પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા કેટલાક જૂથો અને વ્યક્તિઓ સતત કાર્યરતઃ અદાણી ગૃપ

અમારા નામ તથા પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા કેટલાક જૂથો અને વ્યક્તિઓ સતત કાર્યરતઃ અદાણી ગૃપ

0
Social Share

સંસદીય પ્રશ્નો મારફત ખાસ કરીને શ્રી ગૌતમ અદાણી અને તેમના ગૃપની કંપનીઓને નિશાન બનાવતા સંસદ સભ્ય સુશ્રી મહુઆ મોઇત્રા અને હિરાનંદાની ગૃપના સીઇઓ શ્રી દર્શન હિરાનંદાની દ્વારા  વિસ્તૃત ગુનાહિત કાવતરુ ચાલી રહ્યાની ફરિયાદ સુપ્રિમ કોર્ટના ધારાશાસ્ત્રી શ્રી જય અનંત દેહાદ્રાઇએ આજે એક સોગંદનામા સ્વરુપે સી.બી.આઇ.ને  કરતા આ બાબતમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે કવીડ પ્રો કવો અર્થાત ‘ કંઈક માટે કંઈક ‘તરીકે સુશ્રી મોઇત્રાએ શ્રી હિરાનંદાણી પાસેથી લાંચ અને અનુચિત તરફેણ મેળવી છે. અમે પણ જાણીએ છીએ કે અન્ય એક સંસદસભ્યશ્રીએ લોકસભાના અધ્યક્ષશ્રીને ફરીયાદ  કરીને સુશ્રી મોઇત્રાને સસ્પેન્ડ કરી ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગ કરી છે. આ ફરિયાદ પબ્લિક ડોમેનમાં વ્યાપકપણે ફેલાવા ઉપરાંત આજે માધ્યમોમાં પણ વિસ્તૃત રીતે પ્રસિદ્ધ થઈ છે. તેમ અદાણી ગૃપના પ્રવક્તાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા નામ અને બજારમાં અમારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા કેટલાક જૂથો અને વ્યક્તિઓ સતત કાર્યરત છે એવા ગત તા.૯મી ઓક્ટોબરે કરેલા નિવેદન સાથે આજે આ ઘટનામાં આવેલા ચોંકાવનાર વળાંકને સમર્થન મળ્યું છે.  આ ચોક્કસ કિસ્સામાં ધારાશાસ્ત્રીની ફરિયાદમાં અદાણી ગૃપ અને તેના ચેરમેનની પ્રતિષ્ઠા અને હિતોને હલકા ચિતરવાનું ષડયંત્ર ૨૦૧૮થી ચાલી રહ્યું છે તે સ્પષ્ટ થયું છે.

ગત ૯મી ઓક્ટોબર ૨૦૨૩ના સોમવારે અમે માધ્યમો જોગ નિવેદન અને એક્સચેન્જ ફાઇલીંગ મારફત શોર્ટ સેલર્સ અને ઘરેલું સહયોગીઓ અને વિદેશી મીડિયાના એક. ભાગ દ્વારા સમર્થિત OCCRP જેવી વિદેશી સંસ્થાઓએ અદાણીના શેરની માર્કેટ વેલ્યુને નીચે લાવવા માટેના પ્રાથમિક ઇરાદાથી શ્રેણીબધ્ધ આક્ષેપો કરી રહ્યા હોવાની બાબતથી જાહેર જનતાને વાકેફ કરી છે

હકીકતમાં આ વ્યક્તિઓ અને સમૂહોના  અદાણી ગૃપને જફા પહોંચાડવાના સમાન આશયથી બંધાયેલા છે અને તેઓએ વિકસાવેલી પ્લેબુકનો અમલ ભારત અને વિદેશના વ્યવસાયિક તંત્ર દ્વારા ભેગા મહીને કરવામાં આવી રહ્યો છે. અમે એ પણ ચિન્હિત કર્યું હતું કે તેમની પ્લેબુકમાં સમાવિષ્ટ એક કારસ્તાન મુજબ જ્યારે ભારતની નામદાર અદાલતોમાં ચાલતા મહત્વના કેસોની સુનાવણી થવાની હોય તે ટાંકણે જ અખબારી અહેવાલો બહાર પાડવામાં આવી રહ્યા છે.  તેની કરવામાં આવેલી  આગાહી તા.૧૨મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ  ફાયનાન્સિયલ ટાઇમ્સે નામદાર સુપ્રિમ કોર્ટમાં થનાર સૂનાવણીના એક દિવસ પહેલા જૂના આધારહિન આક્ષેપોને દોહરાવીને પ્રસિદ્ધ કરેલા અહેવાલથી સાચી ઠરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code