1. Home
  2. ગુજરાતી
  3. સોનુ સુદના પોસ્ટરનો પ્રશંસકોએ કર્યો દૂધથી અભિષેક, એક અભિનેત્રીએ વ્યક્ત કરી નારાજગી
સોનુ સુદના પોસ્ટરનો પ્રશંસકોએ કર્યો દૂધથી અભિષેક, એક અભિનેત્રીએ વ્યક્ત કરી નારાજગી

સોનુ સુદના પોસ્ટરનો પ્રશંસકોએ કર્યો દૂધથી અભિષેક, એક અભિનેત્રીએ વ્યક્ત કરી નારાજગી

0
Social Share

મુંબઈઃ કોરોના મહામારીમાં ફિલ્મ અભિનેતા સોનુ સુદ લોકોની મદદ કરવા માટે આગળ આવ્યાં લોકડાઉનમાં અનેક શ્રમજીવીઓને તેમણે મદદ કરી હતી. જેથી તેમના ચાહક વર્ગમાં વધારો થયો છે. તેમજ સમગ્ર દેશમાં સોનુ સુદની કામગીરીના વખાણ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન આંધ્રપ્રદેશનો ઓક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પ્રશંસકોએ સોનુ સુદમાં પોસ્ટને દૂધ ચડાવ્યું હતું. આ વીડિયો વાયરલ થતા ટીવી અભિનેત્રી કવિતા કૌશિકે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આવા ડ્રામા કરવાની જરૂર નહીં હોવાનું જણાવ્યું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર આ વીડિયો આંધ્રપ્રદેશના ચિતૂર જિલ્લાના શ્રીકલાહસ્તીનો છે. પ્રશંસક પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે અનેક લીટર દૂધ ચડાવ્યું હતું. સોનુ સુદે આ વીડિયો ટ્વીટર ઉપર શેર કરીને આભાર માન્યો હતો. આ વીડિયો વાયરલ થતા ટીવી અભિનેત્રી કવિતા કૌશિકે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ કહ્યું છે કે, આ સમયમાં લોકો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે અને ભુખથી મરી રહ્યાં છે. તો આવો ડ્રામા કરવાની જરૂર નથી.

અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, આપણે તમામ લોકો સોનુ સુદને પસંદ કરીએ છીએ. પરંતુ મને વિશ્વાસ નથી થતો કે આ મૂર્ખામી ભર્યા અને નિરાશાજનક કામથી સોનુ સુદ પણ ખુશ નહીં થાય. આવા સમયમાં જ્યારે લોકો ભુખ્યા મરી રહ્યાં છે. ત્યારે દૂધનો બગાડ કરવામાં આવી રહ્યો છે. આપણે કેમ હંમેશા કેટલીક ચીજોનો અતિરેક કરીએ છીએ તેવો સવાલ પણ અભિનેત્રીએ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code