1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લો બોલો,  બિહારમાં એક યુવાને ભુતપૂર્વ પ્રેમિકાના લગ્ન રોકવા CMને કરી વિનંતી
લો બોલો,  બિહારમાં એક યુવાને ભુતપૂર્વ પ્રેમિકાના લગ્ન રોકવા CMને કરી વિનંતી

લો બોલો,  બિહારમાં એક યુવાને ભુતપૂર્વ પ્રેમિકાના લગ્ન રોકવા CMને કરી વિનંતી

0
Social Share
  • બિહારની પ્રમે પ્રસંગની અદભૂત ઘટના
  • ભૂતપૂર્વ પ્રમેકાના લગ્ન અટકાવવા સીએમને વિનંતી કરી
  • પ્રેમી કહ્યું – જો તમે આમ કરશો તો હું તમારો આભારી રહીશ

પટના:- બિહારમાં કોરોના મહામારીને પગલે મુખ્યમંત્રી નીતીશકુમારે  લોકડાઉન જાહેર કર્યું છે તેમજ પ્રસંગોને લઈને પણ કેટલાક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે, આ દરમિયાન એક યુવકે પોતાની ભુતપૂર્વ પ્રેમિકા ના લોકડાઉન દરમિયાન યોજાનારા લગ્ન મુલતવી કરવા અંગે અને પ્રતિબંધ ફરમાવવાની વિનંતી કરતુ ટ્વિટ કર્યુ હતું. આ ટ્વિટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ લોકોએ ઇન્ટરનેટ પર રમૂજ પ્રકારની કોમેન્ટ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના મહામારીને પગલે બિહારમાં 10 દિવસનું લોકડાઉનમાં લગાવવામાં આવ્યું છે.આ અંગે નીતીશકુમારે સોશિયલ મીડિયામાં પર ટ્વિટ કર્યું હતું અને તે ઉપરાંત કેટલાક નિયંત્રણો પણ લાદવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકડાઉન અંગે કરેલા ટ્વિટ બાદ પંકજ કુમાર ગુપ્તા નામના એકાઉન્ટ પરથી પોતાની ગર્લફ્રેન્ડના લગ્ન રોકવા માટેની વિનંતી કરી હતી. તેમજ કોમેન્ટ કરી હતી કે, સર જો લગ્ન-સમારોહ પર પણ પ્રતિબંધ લાગી જાય તો મારી ગર્લફ્રેન્ડના લગ્ન અટકી જશે . જો આમ થયું તોહું તમારો જીવનભર આભારી રહીશ.

આ ટ્વીટ બાદ નવ્યા કુમારી નામના એકાઉન્ટથી જવાબ આવે છે. નવ્યાએ કોમેન્ટમાં જવાબ લખ્યો- તું જ્યારે મને છોડી પૂજા સાથે વાત કરવા ગયો હતો ત્યારે હું ખુબ રડતી હતી. આજે હું ખુશીથી લગ્ન કરી રહી છું તો આમ ન કર પ્લીઝ. લગ્નમાં જરૂર આવજે, હું તને જોઈને વિદાય લેવા ઈચ્છુ છું. પરંતુ આ ટ્વીટ સાચી છે કે નહીં, તેની જાણકારી મળી શકી નથી.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code