1. Home
  2. ગુજરાતી
  3. હવે ફેસબુક પણ આપશે કોરોના સંબંધિત જાણકારી – દેશમાં લોંચ કરવામાં આવ્યું આ નવુ ફિચર
હવે ફેસબુક પણ આપશે કોરોના સંબંધિત જાણકારી – દેશમાં લોંચ કરવામાં આવ્યું આ નવુ ફિચર

હવે ફેસબુક પણ આપશે કોરોના સંબંધિત જાણકારી – દેશમાં લોંચ કરવામાં આવ્યું આ નવુ ફિચર

0
Social Share
  • કોરોનાને લગતી માહિતી આપશે ફેસબુક
  • તે માટે ભારતમાં ખાસ ફિચર લોંચ કરવામાં આવ્યું

દિલ્હીઃ-  સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, કોરોના સંબંધિત કેટલીક જાણકારી આપણાને અનેક મીડિયા થકી મળી રહેતી હોય છે ત્યારે હવે આ શ્રેણીમાં ફએસબુકનો પમ સમાવેશ થવા જઈ રહ્યો છે, એટલે કે કોરોના સંબંધિત અનેક જાણકારી હવે ફેસબૂક દ્રારા પણ આપણે મેળવી શકીશું.

આ માટે ખાસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકએ ભારતમાં તેની કોવિડ 19ની ઘોષણા માટેનાં માધ્યમોનો વિસ્તાર કર્યો છે જેથી લોકો કોરોના સંક્રમણ સંબંધિત યોગ્ય માહિતીને લોકો સુધી રહોંચાડી શકે. આ મામલે અમેરિકા પછી, ભારત બીજો દેશ છે જ્યાં આ સુવિધા બહાર પાડવામાં આવી  રહી છે.

આ સમગ્ર બાબતને લઈને વિતેલા દિવસને  બુધવારે ફેસબુકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ સુવિધાને જારી કરવા માટે દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સોથે સમજોતો કરવામાં આવ્યો છે, કોવિડ -19 જાહેરાતની સુવિધા થકી આરોગ્ય વિભાગને લોકોને કોરોના સંબંધિત સાચી માહિતી પ્રદાન કરવામાં અને રસીકરણ વિશે માહિતી આપવા માટે મદદ કરશે. રાજ્યો પણ આ સુવિધાનો ઉપયોગ રાજ્ય કક્ષાએ અથવા કોઈ ચોક્કસ શહેર માટે કરી શકશે. ”

તેમણે કહ્યું કે,આ સુવિધા કોરોના કટોકટી દરમિયાન લોકોને બચાવવા અને લોકોને માહિતી પ્રદાન કરવા માટે આરોગ્ય અધિકારીઓના કામને ટેકો આપવા માટે  કંપનીના ચાલી રહેલા પ્રયાસોનો એક ભાગ છે.

ફેસબુકે કહ્યું કે, “આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ સંબંધિત કોઈ પણ માહિતી ફેસબુક પર વહેંચી શકાય તે માટે અમે વધુને વધુ પ્રયત્નો કરીશું. અમે લોકોને અસરગ્રસ્ત વિસ્તારો અને કોવિડ માહિતી કેન્દ્રો વિશે પણ માહિતી પ્રદાન કરતા રહીશું . ”

તેમણે જણાવ્યું હતું કે કોવિડ -19 જાહેરાત સુવિધાનો ઉપયોગ હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતાની સ્થિતિ તપાસવા અને જનતાને લગતી કોરોના માર્ગદર્શિકા આપવા માટે કરવામાં આવશે.

ત્યારે આ  પહેલા પણ ફેસબુકએ કહ્યું હતું કે તે રસીની ઉપલબ્ધતાથી વાકેફ હશે. પરંતુ અમે સુવિધાને અમારી એપ્લિકેશનમાં ઉમેરીશું જેથી લોકોને સરળતાથી રસી આપવામાં આવે.ઉલ્લેખનીય છે કે, ફેસબુકે પણ ભારતને મદદ કરવા માટે એક કરોડ ડોલર સહાયની જાહેરાત કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code