
- લિપસ્ટિક ખરીદતા પહેલા રાખવું ધ્યાન
- ધ્યાન ન રાખવું પડી શકે છે ભારે
- સ્વાસ્થ્યને નુક્સાન થવાની વધે છે સંભાવના
સુંદરતા અને સ્ત્રીને વર્ષો જૂનો સંબંધ છે, આવી વાતો આપણે ઘણી વાર સાંભળી હશે. સ્ત્રીઓ પોતાની સુંદરતા વધારવા માટે તથા સુંદર બની રહેવા માટે અનેક પ્રયાસ કરતી હોય છે અને કરતા રહેવું જોઈએ. પરંતુ તેમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે.
સ્ત્રીઓ કે જે લિપસ્ટિકની ખરીદી કરે છે તેમણે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહી તો તેમના સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવનાઓ વધી જાય છે. જે સ્ત્રી લિપસ્ટિકની ખરીદી કરે છે અથવા ઉપયોગ કરે છે તેણે ધ્યાન રાખવું કે લિપસ્ટિકમાં રહેલા કેમિકલ તમારા મોઢામાંથી શરીરની અંદર પહોંચે છે અને નુક્સાન કરે છે. લિપસ્ટિકમાં મેંગેનીઝ, કેડમિયમ, એલ્યુનમિનિયમ હોય છે.
લિપસ્ટિક લગાવતા પહેલા પેટ્રોલિયમ જેલી અથવા લિપ બામ લગાવો, જેનાથી સાઈડ ઈફેક્ટ ઓછી થાય છે. હંમેશા સારી બ્રાન્ડની લિપસ્ટિક ખરીદો જેનાથી તમારા સ્વાસ્થયને ઓછું નુકસાન થશે અને હંમેશા ડાર્ક લિપસ્ટિક ખરીદવાનું ટાળો કારણ કે હેવી મેટલ્સ ડાર્ક શેડમાં વધુ હોય છે.
લિપસ્ટિકમાં લેડની માત્રા વધુ હોય છે. જેના કારણે હાઈપરટેશન અને હાર્ટ સંબંધી બીમારીઓ પણ થઈ શકે છે. જેમાં અનેક પ્રકારના પ્રિઝર્વેટિવ્સ હોય છે. જે શરીર માટે નુકસાનકારક છે. લિપસ્ટિકમાં પૈરાબીન નામનું પ્રઝર્વેટિવ હોય છે જેના કારણે કેન્સર જેવી બીમારીઓ થવાનો ભય વધારે છે. ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધુ રહે છે. આ સિવાય બિસ્મથ ઑક્સીક્લોરિઝ નામનું પ્રિઝર્વેટિવ્સ હોય છે. જેના કારણે બીમાર થઈ શકો છો. તેનાથી ધણા લોકોમાં એલર્જી પણ થાય છે.જો તમે પ્રેગન્ટે છો તો લિપસ્ટિક લગાવવાનું ટાળો. આ સમય દરમિયાન સસ્તી લિપસ્ટિક બિલકુલ ન ખરીદશો, તમે હર્બલ લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છે.
જો કે આ તમામ પ્રકારની માહિતી જાણકારો દ્વારા આપવામાં આવી છે, પણ કોઈ પણ પ્રકારની લિપસ્ટિકનો ઉપયોગ કરતા પહેલા નજીકને સ્વાસ્થ્યને લગતા જાણકાર કે ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે.