
- CDS બિપિન રાવતને ખાસ સમ્માન
- આ રાજ્યમાં મિલિટ્રી સ્ટેશન અને માર્ગ તેમના નામે ઓળખાશે
અમરાવતીઃ- દેશભરમાં ત્રણેય સેનાઓમાં સેવા આપતા લોકોનું ખઆસ સમ્માન કરવામાં આવે છે, ખાસ કરીને જ્યારે તેઓ શહીદ થાય છે ત્યાર બાદ તેમના નામે ઘણા રસ્તાઓ દેશના ઘણા સ્ટેશનો વગેરે તેમના નામે ઓળખવાનું સમ્માન મળતું હોય છે ત્યારે હવે સીડિએસ બિપીન રાવતને પણ ખાસ સમ્માન આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે લોહિત ખીણના કિનારે એક સૈન્ય મથક અને આ પર્વતીય ગામડાના એક મુખ્ય માર્ગને આજરોજ શનિવારે ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નામે રાખવામાં આવ્યું હતું,તેમનું મૃ્તયુ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં થયું હતું ત્યારે 9 મહિનાના સમયગાળા બાદ આ સમ્માન તેઓને અપાપું છે.
CDS જનરલ બિપિન રાવતનું ડિસેમ્બર 2021માં હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કર્નલ તરીકે, રાવતે 1999 થી 2000 સુધી કિબિથુમાં 5/11 ગોરખા રાઈફલ્સ બટાલિયનની કમાન્ડ કરી હતી.તેમણે વિસ્તારની સુરક્ષા માળખું મજબૂત કરવામાં ખૂબ જ યોગદાન આપ્યું હતું.
અરુણાચલ પ્રદેશના નિવૃત્ત ગવર્નર બ્રિગેડિયર બી ડી મિશ્રા, મુખ્ય મંત્રી પેમા ખાંડુ, પૂર્વ આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલિતા અને ઉપસ્થિત રહેલા સમારોહમાં કિબિથુ સૈન્ય શિબિર અને વાલોંગથી કિબિથુ સુધીના 22 કિમી લાંબા રસ્તાનું નામ બદલીને હવે જનરલ રાવતના નામ પરથી રાખવામાં આવ્યું છે.
કિબિથુ સૈન્ય શિબિરનું નામ બદલીને જનરલ બિપિન રાવત મિલિટરી ગેરિસન રાખવામાં આવ્યું હતું જ્યાં સ્થાનિક પરંપરાગત સ્થાપત્ય શૈલીમાં બનેલા ભવ્ય દ્વારનું રાજ્યપાલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ખાંડુ દ્વારા વાલોંગથી કિબિથુ સુધીના 22 કિલોમીટરના માર્ગને જનરલ બિપિન રાવત માર્ગ તરીકે સમર્પિત કરવામાં આવ્યો છે.