1. Home
  2. ગુજરાતી
  3. વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પ યોજાશે: DyCM નીતિન પટેલ
વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પ યોજાશે: DyCM નીતિન પટેલ

વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પ યોજાશે: DyCM નીતિન પટેલ

0
Social Share

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યુ છે, ત્યારે રાજય સરકાર દ્વારા વેકસિનેશન ને ખાસ પ્રાધાન્ય આપીને સમય બધ્ધ આયોજન કર્યુ છે જેના પરિણામે રાજયભરમાં અત્યાર સુધીમા 3.1 કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરી દેવાયા છે અને દરરોજ ત્રણ લાખથી વધુ નાગરિકોને રસી આપવામા આવે છે. આગામી તા.26 જુલાઈને રવિવારના રોજ રાજયભરમાં વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પનુ આયોજન કરાયુ છે.

નાયબ મુખ્યમંત્રી ઉમેર્યુ કે, રાજય સરકારની અસરકારક કામગીરીને પરિણામે કોરોનાનુ સંક્રમણ ઘટ્યુ છે અને ઉત્તરોત્તર કેસોની સંખ્યામા પણ ઘટાડો થઈ રહ્યો છે હવે છેલ્લા બે-ત્રણ દિવસથી 25 થી નીચે કેસો નોધાય છે. રાજયમાં નાગરિકોના સહયોગથી સંક્રમણને રોકવામા સફળતા મળી છે ત્યારે આગામી સમયમા પણ નાગરિકો આવોને આવો સહયોગ આપીને સંયમ રાખે અને કોરોનાના યોગ્ય પ્રોટોકોલ સોશ્યલ ડીસ્ટન્સીગ અને માસ્ક અવશ્ય પહેરશુ તો ચોકકસ આપણે ગુજરાતને કોરોના મુકત બનાવી શકીશુ.

તેમણે ઉમેર્યુ કે, રાજયમા સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યુ છે ત્યારથી જ ધંધા રોજગાર પૂર્વવત થાય અને નાના લોકોને રોજગારી મળી રહે અ આશયથી રાજય સરકારે કોરોનાના પ્રોટોકોલના ચુસ્ત અમલ સાથે અનેક છૂટછાટો આપી છે એવા સંજોગોમા વેપારીઓનો પણ સારો સહયોગ સાપડ્યો છે ત્યારે નાના વેપારીઓ પણ આ રસીકરણ કેમ્પનો મહત્તમ લાભ લઈ પોતે અને ગ્રાહકોને પણ સુરક્ષિત રાખે એ જરૂરી છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં હાલ તા.22 જુલાઈનારોજ 15.18 લાખ  વેક્સીનના ડોઝ ઉપલબ્ધ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.31 કરોડ વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 70.23 લાખ વ્યક્તિઓને બીજો ડોઝ આમ બંને મળી કુલ ૩.02 કરોડને વેક્સીનના ડોઝ આપી દેવાયા છે. 18 થી 45 વર્ષની વયના 3.09  નાગરિકોને ભારત સરકારના સહયોગથી વિનામૂલ્યે વેક્સીન આપવાની થાય છે. તે પૈકી 98.60 લાખ વ્યક્તિઓને વેક્સીન અપાઇ ચુકી છે.

તેમણે ઉમેર્યુ કે, વેપારી-હોટલ-સેવાકિય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર  તા. 31મી જુલાઈ સુધીમાં વેક્સીન લેવાની જરૂરીયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા. 31મી જુલાઈ સુધીમાં રસીકરણ થઇ જાય તે માટે તા. 25મી જુલાઈ રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સીનેશન કેમ્પનું 1800 સેન્ટરો ઉપર આયોજન કરાયું છે. જેનો વેપારીઓ-કર્મચારીઓને લાભ લેવા અપીલ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code