1. Home
  2. ગુજરાતી
  3. ગર્લ્સ માટે ખાસ, ઓફીસની મિટિંગમાં પ્રોફેશનલ અને સ્ટાઈલીશ લૂક મેળવવા માટે જોઈલો આ ટિપ્સ
ગર્લ્સ માટે ખાસ, ઓફીસની મિટિંગમાં પ્રોફેશનલ અને સ્ટાઈલીશ લૂક મેળવવા માટે જોઈલો આ ટિપ્સ

ગર્લ્સ માટે ખાસ, ઓફીસની મિટિંગમાં પ્રોફેશનલ અને સ્ટાઈલીશ લૂક મેળવવા માટે જોઈલો આ ટિપ્સ

0
Social Share
  • મીટિંગ માટે ફોલો કરો આ ફેશન ટિપ્સ
  • મેકઅપથી લઈને કપડાની આ રીતે કરો પસંદગી

 આજકાલ મીટિંગ્સ, વર્ક, વર્કશોપ, સેમિનાર ઘણા વર્ચ્યુઅલ બની ગયા છે, આવી સ્થિતિમાં ફિઝિકલ મીટિંગ અને ઓનલાઈન મીટિંગ, તેમજ ડ્રેસિંગ સેન્સ અને ફેશનમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. તમારે કઈ ડ્રેસિંગ સેન્સ રાખવી જોઈએ, તે જાણી લેશો તો તમારો દેખઆવ આકર્ષક બનશે

મીટિંગ માટે તમારે ચોક્કસ પ્રકારના કપડની પસંદગી કરવી જોઈએ જેથઈ તમે સ્ટાઈલિશ તો દેખાશો જ સાથે મીડિંગમાં પણ આકર્ષક લાગી શકશો

સફેદ રંગના શર્ટ

સફેદ રંગનું શર્ટ એકદમ સરળ લાગે છે. આની નીચે તમે બ્લેક ,ગ્રે, વાદળી રંગના ટ્રાઉઝર પહેરી શકો છો.તમે અન્ય કોઈપણ હળવા રંગના શર્ટ પણ પહેરી શકો છો, માત્ર બહુ બ્રાઈટ કલર ન હોવો જોઈએ.વિડિયો મીટિંગ દરમિયાન તમારો અડધો ભાગ દેખાય છે,

કુર્તી સાથે લેન્ગિંસ

મીટિંગ દરમિયાન તમે લેન્ગિંસ સાથે કુર્તી પહેરી શકો છો આ સાથે જ તમે પેન્ટ અથવા પલાઝો અથવા લેગિંગ્સ સાથે હળવા રંગના કોટન કુર્તા પણ પહેરી શકો છો. પણ સિમ્પલ હોવું જોઈએ, જેથી લૂક આકર્ષશક દેખાઈ અને ભપકો ન દેખાઈ

પોલો ડ્રેસ ઉપર બ્લેઝર

પોલો ડ્રેસ સાથે બ્લેઝર ખૂબ જ બોલ્ડ અને આધુનિક લાગે છે. તમે વન પીસ પણ પહેરી શકો છો, પરંતુ દેખાવ વ્યાવસાયિક હોવો જોઈએ. તમે શર્ટ પહેરીને બ્લેઝર પણ પહેરી શકો છો.

કપડાં સાથે મેકઅપ-જ્વેલરી મેચિંગ

માત્ર કપડાં જ મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ તમે કેવો મેકઅપ કરો છો, તમે કેવા પ્રકારની જ્વેલરી પહેરી છે તે પણ મહત્વનું છે. જેમ કે તમે મસ્કરા, વોચ અને લાઇટ મેકઅપ કરી શકો છો. જેથી દેખાવ સારો દેખાય, સાથે જ તમે કાનમાં મોતીની બુટ્ટી પણ પહેરી શકો. હળવી લિપસ્ટિક પણ લગાવી શકાય, લિપસ્ટિકનો શેડ હળવા રંગનો હોવો જોઈએ.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code