
આંખમાં અશ્રુ અને નિરાશા સાથે ભારત પાછી ફરી મેરી કૉમ, કોલંબિયાની બોક્સર સામે 2-3થી થઇ હાર
- ટોક્યો ઓલિમ્પિકમાં પદક જીતવાનું બોક્સર મેરી કોમનું સપનું તૂટ્યું
- મેરી કોમ ઇંગ્રિટ વાલેન્સિયા સામે 2-3થી હારી ગઇ હતી
- આંખમાં આંસુ અને નિરાશા સાથે મેરી કૉમ ભારત પાછી ફરી
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં પદક જીતવાનું દિગ્ગજ બોક્સર મેરિ કોમનું સપનું તૂટી ગયું છે. MC મેરિકોમનું 51 કિલો કેટેગરીમાં બીજો ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું પૂરું ના થઇ શક્યું. રિયો ઓલિમ્પિકની બ્રોન્જ મેડલ વિજેતા ઇંગ્રિટ વાલેન્સિયા સામે 2-3થી હારી ગઇ હતી.
ટોક્યો ઓલિમ્પિકમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં 2-3થી તે હારી ગઇ હતી. મેરિ કોમ 38 વર્ષની છે અને આ તેની છેલ્લી ઓલિમ્પિક હશે.
જ્યારે રેફરીએ અંતમાં વાલેન્સિયાનો હાથ ઉપર ઉઠાવ્યો તો મેરી કોમની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા હતા અને ચહેરા પર સ્મિત હતું. જે પ્રમાણે મેચ હતી તેવું લાગી રહ્યું હતું કે, વેલેન્સિયા જોરદાર ટક્કર આપશે અને એવું જ થયું. મેરિ કોમને હારનો સામનો કરવો પડ્યો.
બોક્સિંગ મેચની વાત કરીએ તો શરૂઆતથી જ બંને બોક્સર એકબીજાને ભારે પડી રહી હતી પરંતુ વેલેન્સિયાએ શરૂઆતમાં જ 4-1થી પોતાના નામે આ મુકાબલો કરી લીધો હતો.
મણિપુરની અનુભવી બોક્સર મૅરિ કૉમે શાનદાર વાપસી કરી અને બીજા તેમજ ત્રીજા રાઉન્ડને પોતાને નામ કર્યો હતો. શરૂઆતના પહેલા રાઉન્ડના વધારે પોઇન્ટના કારણે વેલેન્સિયા જીતી ગઇ હતી અને મૅરીને હારનો સામનો કરવો પડ્યો હતો.
નોંધનીય છે કે, મેરિ કૉમ વર્ષ 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ક્વાર્ટર ફાઇનલમાં વેલિન્સયાને હરાવી ચૂકી છે. કોલંબિયાની આ બોક્સરની મેરી કૉમ સામે આ પહેલી જીત છે. મેરીની જેમ 32 વર્ષની વેલેન્સિયા પણ પોતાના દેશની મહત્વની ખેલાડી છે. તે પ્રથમ મહિલા બોક્સર છે જેણે ઓલિમ્પિકમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.