Site icon Revoi.in

શેરબજારમાં તેજી : રેપો રેટ ઘટાડાની જાહેરાત બાદ સેન્સેક્સ 81,900ને પાર

Social Share

મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત ભલે ઘટાડા સાથે થઈ હોય, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત થતા જ બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. RBIના આ નિર્ણયની સકારાત્મક અસર હેઠળ, તમામ મુખ્ય સૂચકાંકો ગ્રીન ઝોનમાં પરત ફર્યા હતા.

સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 81,900ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે, નિફ્ટી પણ 100થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 25,000ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. RBI દ્વારા રેપો રેટ ઘટાડવાના નિર્ણયથી બજારમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે અને આર્થિક વૃદ્ધિને વેગ મળવાની અપેક્ષાએ શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Exit mobile version