શેરબજારમાં મંદી, જ્યારે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો
નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીના કારણે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન સાથે બંધ રહ્યાં હતા. જ્યારે બીજી તરફ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે.
બજારમાં આજે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. મેટલ શેરોમાં સારી તેજી જોવા મળી હતી, જ્યારે ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈ 376.27 પોઈન્ટના ઘટાડા સાથે 85063.34 ઉપર બંધ રહ્યો હતો. આવી જ રીતે 71.60 પોઈન્ટના ઘટાડા સાથે 26178.70 ઉપર બંધ રહ્યું હતું.
- સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી
કોમોડિટી માર્કેટમાં આજે ભડકો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે, MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 450 રૂપિયા વધીને 1,38,000 ને પાર કરી ગયો છે. ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 4,000 રૂપિયા વધીને 2,50,000 ની ઐતિહાસિક સપાટીને વટાવી ગયો છે. કરન્સી માર્કેટમાં ભારતીય રૂપિયામાં મજબૂતી જોવા મળી છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 15 પૈસા સુધર્યો છે, જે રોકાણકારો માટે રાહતના સમાચાર છે.


