રામમંદિરમાં રામલલાના બાળ સ્વરુપને સ્થાપિત કરવા નેપાળથી શાલિગ્રામ શિલા અયોધ્યા આવી પહોંચી- પૂજાવિધી કર્યા બાદ ટ્ર્સ્ટને સોંપાશે
- રામ મંદિર માટે નેપાળથી શિલા અયોધ્યા પહોંચી
- પૂજા વિધી બાદ ટ્રસ્ટને સોંપવામાં આવશે
અયોધ્યા- રામ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે, ખૂબ જ આતુરતાથી આ મંદિર બનવાની રાહ જોવાઈ રહી છે, મંદિરનું કાર્ય મોટાભાગનું પૂર્ણ થવામાં આવ્યું છે આવતા વર્ષે આ મંદિર બનીને તૈયાર થઈ જશે. ત્યારે હવે અયોધ્યાના રામમંદિરમાં રામલાલાના બાળસ્વરુપની સ્થાપના નેપાળથી મંદાવેલ ખાસ પત્થરમાંથી કરવામાં આવવાની છે આ પત્થર અયોધ્યા લાવવામાં આવી ચૂક્યો છે.
જાનકી ધામના મુખ્ય મહંત અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન વિમલેન્દ્ર નિધિ પણ શિલાને સ્થાનાંતરિત કરવા પ્રતિનિધિ તરીકે નેપાળથી શિલા સાથે આવ્યા છે. હવે શાસ્ત્રો અનુસાર, નેપાળ સરકાર વતી, આ બંને પ્રતિનિધિઓ શ્રી રામ મંદિર ટ્રસ્ટને શિલાઓ સોંપશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી, કામેશ્વર ચૌપાલે જણાવ્યું કે અહીં પૂજા એટલી જ હશે કે નેપાળના પ્રતિનિધિઓ શાસ્ત્રો અનુસાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પથ્થર અર્પણ કરશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે નેપાળના 150 લોકોના પ્રતિનિધિમંડળ સાથે વિષ્ણુવતારી શાલિગ્રામ દેવશિલા રથ બુધવારે મોડી રાત્રે રામનગરી આવી પહોંચ્યો હતો. રામ નગરીમાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ગણાતી શાલિગ્રામ શિલાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
જણાવવામાં આવી રહ્યું છઠે કે શાલિગ્રામ યાત્રા જ્યારે અયોધ્યા પહોંચી ત્યારે અહીં વિસ્તારોમાં જય શ્રી રામના નાદ ગુંજવા લાગ્યા.આ સાથએ જ લોકો હર્ષોઉલ્લાસથી શિલાને વધાવવા લાગ્યા હતા અને લોકો ફટાકડા ફોડીને ફૂલોની વર્ષા કરી છે.
રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ ભગવાન રામની નગરીમાં શિલાના સ્વાગત માટે લાંબા સમય સુધી રાહ જોતા હતા.ત્યારે હવે તેમના ઈતંઝારનો આતં આવ્યો છે,દેવશિલા અયોધ્યાના રામ કારસેવક નેપાળથી બિહાર થઈને પહોંચ્યા છે. આવી સ્થિતિમાં ભગવાન શ્રી રામ ત્રેતાયુગમાં બિહાર થઈને જનકપુર ગયા હતા તે જ માર્ગોથી આ દેવશિલા લાવવામાં આવી છે. તેથી જ લોકોએ બે ખડકોમાંથી મોટાને શ્રી રામ અને નાનાને માતા સીતા તરીકે સ્વીકાર્યા.