1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી: પૂર્વ ઝોનમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી: પૂર્વ ઝોનમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી: પૂર્વ ઝોનમાં ધોધમાર વરસાદ

0
Social Share

અમદાવાદ, 31 જુલાઈ 2026: Stormy arrival of the monsoon in Ahmedabad હવામાન વિભાગની આગાહી અક્ષરસઃ સાચી સાબિત થઈ છે. આજરોજ બપોર બાદ અચાનક જ અમદાવાદ શહેરના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે, જેને પગલે છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાથી પરેશાન શહેરીજનોને મોટી રાહત અનુભવાઈ છે.

શહેરના ખાસ કરીને પૂર્વ ઝોન અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદે ઘમાકેદાર પધરામણી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, નરોડા, હંસપુરા, કૃષ્ણનગર, બાપુનગર અને શાહીબાગ જેવા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. આ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે અને ક્યારેક ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. વરસાદની આ અણધારી શરૂઆતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

 સ્થાનિક હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય અને જિલ્લાના વિસ્તારો માટે આગામી કલાકો અત્યંત સંવેદનશીલ હોવાનું જણાવ્યું છે. આગામી સમયમાં આકાશમાંથી વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન (ગસ્ટ્ઝ વિન્ડ) સાથે ભારે વરસાદ ખાબકવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે.

 તંત્ર એલર્ટ મોડ પર: AMC કંટ્રોલ રૂમ સક્રિય

 શહેરમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સક્રિય થઈ ગયું છે. કોઈપણ અપ્રિય પરિસ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને અંડરપાસની સબ-વે ટીમોને સંપૂર્ણપણે ‘એલર્ટ મોડ’ પર મૂકી દેવામાં આવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારો, અંડરપાસ અને પાણી ભરાવાની સંભાવના ધરાવતા સંવેદનશીલ સ્થળો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, જેથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરી શકાય અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં.

વધુ વાંચો: ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ: લવપ્રીત સિંહે વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ અને સીમા કાલિરામને ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code