Site icon Revoi.in

ડીસાની રાજપુર શાળામાં મોબાઈલ ગેમના રવાડે ચડેલા છાત્રોએ હાથ પર બ્લેડના કાપા માર્યા

Social Share

ડીસાઃ શહેરની રાજપુર શાળાના વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમ જોયા બાદ શરત લગાવીને પોતાના હાથ પર બ્લેડના કાપા માર્યા હતા. આ મામલે શાળાના શિક્ષકોએ બે-ત્રમ વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના સહારે એકબીજાને સોગંદ આપી આ કાપા મરાવ્યા હોવાનું જણાયું હતું. આથી શિક્ષકોએ વાલીઓને જાણ કરી હતી. અને ફરીવાર વિદ્યાર્થીઓ આવી હરકત ન કરે તે માટે બાળ સુરક્ષા અધિકારીને બોલાવીને વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ પણ કરાવ્યું હતું.

ડીસાની રાજપુર શાળામાં અમરેલીના બગસરાની સાળા જેવો જ બનાવ બન્યો હતો,અમરેલીના બગસરાની શાળામાં ‎વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે ‎સાથી છાત્રોને હાથ પર બ્લેડના‎ કાપા કરે તો 10 રૂ. આપવાની વાત‎ કહેતાં 40 છાત્રોએ પોતાના હાથ ‎પર બ્લેડથી કાપા કર્યાની ઘટના બની હતી. ત્યાર બાદ‎ ડીસામાં પણ શાળાના બાળકોના ‎હાથ પર બ્લેડના કાપાના નિશાન જોતા ‎શાળાના શિક્ષકો દ્વારા પૂછતાછ કરવામાં આવી હતી. પહેલા તો શાળા બદનામ ન થાય તે માટે ‎આખો મામલો દબાવી દેવાનો‎ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મામલો મીડિયામાં આવતા શિક્ષકોએ મૌન તોડ્યું હતુ.

ઘટના અંગે ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે. આ બનાવ એક દિવસ અગાઉનો છે જ્યાં અમે બે-ત્રણ વિદ્યાર્થીઓના હાથમાં કાપા જોતા તેઓની પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના સહારે એકબીજાને સોગંદ આપી આ કાપા મરાવ્યા હોવાનું જણાયું હતું. જો કે બીજા દિવસે પેપરમાં બગસરાની ઘટના આવતા અમે આ બાબતે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક ટીપીઈઓને જાણ કરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે કાઉન્સિલિંગ કરાવ્યું હતું. હાથ પર કાપવા મારવાની ઘટના બાદ તમામ બાળકો સ્વસ્થ્ય છે પરંતુ અત્યારે ઇશ્યૂ બનતા શાળાએ આવ્યા નથી. ( File photo)

 

Exit mobile version