1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર ACB ની સફળ ટ્રેપ:નશાખોરીનો કેસ નહીં કરવા 50 હજારની લાંચ લેતા PSI રંગેહાથ ઝડપાયા
જામનગર ACB ની સફળ ટ્રેપ:નશાખોરીનો કેસ નહીં કરવા 50 હજારની લાંચ લેતા PSI રંગેહાથ ઝડપાયા

જામનગર ACB ની સફળ ટ્રેપ:નશાખોરીનો કેસ નહીં કરવા 50 હજારની લાંચ લેતા PSI રંગેહાથ ઝડપાયા

0
Social Share
  • ACB ની સફળ ટ્રેપ
  • પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા
  • નશાખોરીનો કેસ નહીં કરવા 50 હજારની માંગી હતી લાંચ

રાજકોટ :જામનગરમાં પંચકોશી એ ડિવિઝનમાં ફરજ બજાવતા પીએસઆઈ જે.કે.રાઠોડ લાંચ લેતા ઝડપાયા હતા. પાંચ દિવસ પૂર્વે કારમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા બે શખ્સ સામે નશોખોરીનો કેસ નહીં કરવાના બદલામાં તેની પાસેથી રૂ .1 લાખની લાંચ માંગી હતી.પરંતુ રકઝકના અંતે બંનેના થઈ લાંચ પેટે કુલ 50 હજારની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય , જેથી બંને શખ્સ એસીબીનો સંપર્ક કર્યો હતો અને છટકું ગોઠવવામાં આવ્યું હતું.

બીજીબાજુ લાંચની રકમ સોમવારે ઠેબા ચોકડીએ આપી જવાનું નક્કી થતાં બંને શખ્સ ઠેબા ચોકડીએ પહોંચ્યા હતા, લાંચની રકમ લેવા પીએસઆઇ રાઠોડ પણ ત્યાં પહોંચ્યો હતો અને લાંચના રૂ .50 હજાર સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ પકડી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે આ મામલે હાલ વધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને સત્યના મૂળ સુધી પહોંચવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના કહેવા પ્રમાણે વધારે તપાસ હાથ ધરાતા વધારે ખુલાસાઓ થઈ શકે છે અને અન્ય લોકોની સંડોવણી હોવાનું પણ સામે આવી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code