1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુજલામ સુફલામ સળસંચય અભિયાનઃ રાજ્યમાં જળસંગ્રહ શક્તિમાં 86000 લાખ ઘનફુટનો વધારો
સુજલામ સુફલામ સળસંચય અભિયાનઃ રાજ્યમાં જળસંગ્રહ શક્તિમાં 86000 લાખ ઘનફુટનો વધારો

સુજલામ સુફલામ સળસંચય અભિયાનઃ રાજ્યમાં જળસંગ્રહ શક્તિમાં 86000 લાખ ઘનફુટનો વધારો

0
Social Share

અમદાવાદઃ વિજાપુર તાલુકાના લાડોલ ગામે 11 પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યમાં જળસંચય અને જળસિંચન દ્વારા જળક્રાંતિના અભિયાનની શરૂઆત થઈ હતી. ગુજરાતમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ જળસંગ્રહ શક્તિમાં 86 હજાર લાખ ઘનફૂટનો વધારો થયો છે અને 178 લાખથી વધુ માનવદિન રોજગારી મળી છે.

તેમણે વધુ માં જણાવ્યું હતું કે રાજ્યમાં હજારો બોરીબંધ અને ચેકડેમના નિર્માણ દ્વારા ભૂતળ જળ ઉપર આવે તેવા પ્રયત્નો થયા છે, લોકભાગીદારી દ્વારા “પાણી લાવે સમૃદ્ધિ તાણી” ને સાચા અર્થમાં ગુજરાતે પ્રધાનમંત્રીશ્રીની દિર્ઘદષ્ટીથી  ચરિતાર્થ  કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં રાજ્ય વ્યાપી વોટરગ્રીડનું નિર્માણ થયું અને તેમના ભગીરથ પ્રયાસોના પરિણામે ગુજરાત રાજ્ય જે વોટર ડેફિસીટ રાજ્ય ગણાતું હતું તે વોટર સરપ્લસ રાજ્ય બન્યું.  

 સંસદએ ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈ દેશની સુકાન સંભાળી ત્યારથી ગુજરાતને ડબલ એન્જીન સરકારનો લાભ મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પીએમ મોદીએ દિલ્લીમાં બેઠા બેઠા કચ્છ અને ઉત્તર ગુજરાતના ભૂગર્ભ જળ સ્તરની ચિંતા કરી ભૂતળ જળમાં વધારો કરવા માટે શરૂ કરેલી અટલ ભૂજલ યોજનામાં ગુજરાત રાજ્યનો સમાવેશ કર્યો છે.

સંસદએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અટલ ભૂજલ યોજના રાજ્યના 6 જિલ્લાઓ, 36 તાલુકાઓ અને 1873 ગ્રામ પંચાયતોમાં કાર્યરત છે. અટલ ભૂજલના ઇન્‍સેન્‍ટીવ ફંડમાંથી વૈજ્ઞાનિક પધ્‍ધતિથી 2900 રિચાર્જ ટયુબવેલનું રૂ. 170 કરોડના ખર્ચે આયોજન કરેલ છે. જેમાં મહેસાણા જિલ્લામાં 18.45 કરોડના ખર્ચે 93 રિચાર્જ ટયુબવેલનું આયોજન છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અટલ ભુજલ યોજના અંતર્ગત સૂક્ષમ સિંચાઇને વેગ આપવા માટે ખાસ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 58000 હેક્ટર વિસ્તારમાં સુક્ષમ સિંચાઈ માટે રૂપિયા 586 કરોડની સહાય પ્રદાન કરવામાં આવી છે. 

આ પ્રસંગે પરકોલેટીંગ વેલ બાબતે સંસદએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ચાલતા રાજ્ય સરકારના ભૂતળ જળસ્તર ઉંચા લાવવાના અભિયાનને આગળ વધારતો આજનો આ કાર્યક્રમ વિશેષ છે. પરકોલેટીંગ વેલએ વરસાદી પાણીને જમીનમાં સારી રીતે સંગ્રહ કરી અને ભૂગર્ભ જળ ઉંચા લાવવાની પદ્ધતિ છે.

 આ પ્રસંગે સંસદએ સાફલ્ય ગ્રુપના યોગેશભાઈ પટેલ દ્વારા લાડોલ ગામ ખાતે 11 પરકોલેટીંગ વેલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જે આવનાર દિવસોમાં આ વિસ્તામાં જળ સ્તર ઉંચા લાવવામાં મદદરૂપ થશે તેમ જણાવ્યું હતું. સંસદએ વડાપ્રધાનની જનભાગીદારીના સંકલ્પનો સમાજમાંથી લોકો પાણીને પારસમણી સમજે અને પાણી બચાવવાના અભિયનમાં સહભાગી બને  તે ઉદ્દ્શને ચરિતાર્થ કરવા અનુંરોધ કરી સાફલ્ય ગ્રુપના યોગેશભાઈ પટેલને જળક્રાંતિના યજ્ઞમાં તેમના યોગદાન માટે અભિનંદન આપ્યા હતા.

સાંસદએ જણાવ્યું હતુ કે, પીએમના નેતૃત્વમાં ગુજરાત પાણીદાર બન્યુ છે. છેલ્લા ર૦ વર્ષમાં સરકારે જળશક્તિના મહત્વને સમજીને જળસંચયને જનશક્તિ સાથે જોડવાનું કાર્ય કર્યુ છે. રાજ્યમાં સુજલામ સુફલામ અને સૌની જેવી યોજનાઓ શરૂ કરી છે. તેમજ પીએમના  માર્ગદર્શન હેઠળ આજે  રાજ્યવ્યાપી કેનાલ નેટવર્ક ઉભું થયું જના પરીણામે કચ્છના છેલ્લા ગામ મોડકુબા સુધી નર્મદાનું પાણી પહોંચાડી શક્યા છીએ.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું  હતું કે, જળ એ જ જીવન છે. આ 11 પરકોલેટીંગ વેલથી પાણીના જળ સ્તર ઊંચા આવશે. આ એક ભગીરથ કાર્ય છે. ભૂગર્ભમાં પાણીનો સ્ટોર થશે. જેનો લાભ આજુબાજુનાં ગામોને થશે. પાણીની સમસ્યાઓ દુર થશે તેમજ ખેડૂતની પણ પાણીની સમસ્યા હલ થશે અને તે સારો પાક મેળવી શકશે.

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘‘સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં’’ રહે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા આ અભિયના શરૂ કરવામાં આવ્યું છે. આ સુજલામ સુફલામ અભિયાન વરસાદનું પાણી જ્યાં પડે ત્યાં જ તેને રોકી લેવાનું અભિયાન છે. 2018થી સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન સ્વરૂપે 74 હજારથી વધુ કામો હાથ ધરાયા છે. આ કામોના પરિણામે જળસંગ્રહ શક્તિમાં 86 હજાર લાખ ઘનફૂટનો વધારો થયો છે અને 178 લાખથી વધુ માનવદિન રોજગારી મળી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code