Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટનો 33% મહિલા અનામત કાયદામાં સીમાંકનને પડકારતી અરજીની સુનાવણીનો ઇનકાર

Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત પ્રદાન કરતી કાયદામાં સીમાંકન જોગવાઈને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. આ આદેશ જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની અધ્યક્ષતાવાળી બેન્ચે આપ્યો હતો.

કોર્ટે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા જયા ઠાકુરની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, ” જ્યારે અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારે તે એક બિલ હતું, જ્યારે હવે તે કાયદો બની ગયો છે.” કોર્ટે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમનને પહેલા હાઇકોર્ટમાં જવા કહ્યું.

નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમન દ્વારા, દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપતા, કાયદામાંથી સીમાંકનની જોગવાઈ દૂર કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, 2023માં સંસદે મહિલા અનામત અંગે કાયદો પસાર કર્યો હતો. આ કાયદામાં સીમાંકન પછી મહિલા અનામત લાગુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સીમાંકન પછી અનામત લાગુ કરવામાં આવશે, ત્યારે તે 2024 પછી લાગુ થશે.