ઈન્ડિગો સંક્ટ મામલે હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈન્ડિગો ફ્લાઈટ સાથે જોડાયેલા સંક્ટ મામલે તાત્કાલિક દખલગીરી કરવાનો ઈન્કાર કર્યો છે. અરજીમાં આ મામલે માંગણી કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતએ નોંધ્યું હતું કે, હાલત ખુબ જ ખરાબ હોય તો અલગ વાત છે, અમે સમજીએ છીએ કે, લાખો લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ સરકાર આ મામલે કાર્યવાહી કરી રહી છે તો તેમને કરવા દો. જ્યારે અરજદારના વકીલે જણાવ્યું હતું કે, 2500 જેટલી હવાઈ ઉડાન રદ કરવામાં આવી છે અને 95 જેટલા એરપોર્ટને અસર થઈ છે.
છેલ્લા સાંજ દિવસમાં ઈન્ડિગોની મોટાભાગની ફ્લાઈટ્સ રદ થઈ છે જેના અરજદાર દ્વારા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યાં હતા અને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી હતી. આજે પણ 200થી વધારે ફ્લાઈટ્સ રદ થઈ છે અને પ્રવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. અરજીમાં પીડિત પ્રવાસીઓ માટે વૈકલ્પિક યાત્રા અને વળતરની પણ માંગણી કરવામાં આવી છે.
ફ્લાઈટ્સ રદ થવા પાછળ પાયલોટ માટે બનાવવામાં આવેલા નવા એફડીટીએલ નિયમોની યોજનાને અયોગ્ય બતાવ્યાં છે. અરજીમાં એવુ પણ કહેવામાં આવ્યું છે, આવી રીતે ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ કરવી અનુચ્છેદ 21ના અધિકારોનું ઉલ્લંઘન છે. ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ અને મોડી હોવાના કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી 6 ડિસેમ્બરના રોજ અરજદારના વકીલે મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતના ઘરે પહોંચ્યાં હતા અને આ અંગે તાત્કાલિક સુનાવણી કરવા માટે માંગણી કરી હતી.


