1. Home
  2. revoinews
  3. મમતા સરકાર ઉપર સુપ્રીમ કોર્ટ સખત નારાજ, કેન્દ્રીય સુરક્ષા દળો તહેનાત કરવા આદેશ
મમતા સરકાર ઉપર સુપ્રીમ કોર્ટ સખત નારાજ, કેન્દ્રીય સુરક્ષા દળો તહેનાત કરવા આદેશ

મમતા સરકાર ઉપર સુપ્રીમ કોર્ટ સખત નારાજ, કેન્દ્રીય સુરક્ષા દળો તહેનાત કરવા આદેશ

0
Social Share

નવી દિલ્હી, 2 એપ્રિલ, 2026:  Supreme Court પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં બુધવારે 7 ન્યાયિક અધિકારીઓને ઘેરીને બંધક બનાવવાની ઘટના પર સુપ્રીમ કોર્ટે અત્યંત ગંભીર વલણ અપનાવ્યું છે. આ અધિકારીઓમાં 3 મહિલા અધિકારીઓ પણ સામેલ હતી.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી દરમિયાન મમતા બેનર્જી સરકારની સુરક્ષા વ્યવસ્થા સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત મિશ્રાએ કહ્યું કે, “આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. બંગાળ સૌથી વધુ રાજકીય ધ્રુવીકરણ ધરાવતું રાજ્ય છે. મારે અડધી રાત્રે આદેશ આપવો પડ્યો.”

સુપ્રીમ કોર્ટે માલદાના કાલિયાચક વિસ્તારમાં થયેલા વિરોધ પ્રદર્શનના મીડિયા અહેવાલોને ટાંક્યા હતા, જેમાં ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવામાં આવ્યા હતા. મતદારયાદી સુધારણા (SIR) પ્રક્રિયા બાદ પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાંથી જે મતદારોના નામ હટાવવામાં આવ્યા હતા, તેમણે માલદા જિલ્લાના કાલિયાચક બ્લોકમાં આ ન્યાયિક અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો.

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવા એજન્સીઓ હવે AI નો ઉપયોગ કરશે

SIR દરમિયાન ચૂંટણી પંચે અનેક મતદારોને વિચારાધીન સ્થિતિમાં રાખ્યા છે. ચૂંટણી પંચ અને બંગાળની મમતા સરકાર વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે મતદારોના દસ્તાવેજોની ચકાસણીનું કામ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર આ ન્યાયિક અધિકારીઓને સોંપવામાં આવ્યું હતું.

અહેવાલો અનુસાર, ચૂંટણી પંચે કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુજય પોલને આ અંગે જાણ કરી હતી, જેઓ સર્વોચ્ચ અદાલતના નિર્દેશો બાદ આવા મતદારોના દસ્તાવેજોની ચકાસણી પર નજર રાખી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં ન્યાયાધીશો સાથે થયેલી હિંસક ઘટનાઓનો ઘટનાક્રમ

1 એપ્રિલ – બપોરે 3:30 વાગ્યે માલદાના કાલિયાચકમાં ઘેરાબંધી શરૂ થઈ, BDO ઓફિસમાં 7 ન્યાયિક અધિકારીઓ (જેમાં 3 મહિલાઓ સામેલ) બંધક બનાવાયા.

બપોરે 3:30 પછી તરત જ કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલે વહીવટી અધિકારીઓને જાણ કરી અને તાત્કાલિક કાર્યવાહીની વિનંતી કરી.

બપોરે 3:30 થી રાત્રે 8:30 સુધીજિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહીં. જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) કે પોલીસ અધિક્ષક (SP) હાજર નહોતા.

લગભગ રાત્રે 8:30 વાગ્યે ગૃહ સચિવ, પોલીસ મહાનિર્દેશક (DGP) અને કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJ) વચ્ચે સામૂહિક કોલ થયો.

રાત્રે 11:00 વાગ્યે ઘટનાસ્થળે હજુ પણ DM પહોંચ્યા નહોતા, જેની નોંધ સ્વયં CJI એ લીધી.

મોડી રાત્રે (12:00 વાગ્યા પહેલા)મુખ્ય ન્યાયાધીશે સ્વયં હસ્તક્ષેપ કર્યો. તેમણે જોયું કે DM અને SP હજુ સુધી સ્થળ પર પહોંચ્યા નથી. CJI એ ફરીથી DGP અને ગૃહ સચિવનો સંપર્ક કર્યો.

અડધી રાત્રે (લગભગ 12:00 વાગ્યે)આખરે ન્યાયિક અધિકારીઓને ઘેરાબંધીમાંથી મુક્ત કરવામાં આવ્યા. મુક્તિ પછી તરત જ પરત ફરતી વખતે અધિકારીઓના વાહનો પર હુમલો કરવામાં આવ્યો. પથ્થરમારો અને લાકડીઓથી મારપીટની ઘટનાઓ સામે આવી.

રાત્રે 2:00 વાગ્યે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ મામલાની સતત દેખરેખ કરતા રહ્યા.

ગુરુવારે સવારે 11:00 વાગ્યેસુપ્રીમ કોર્ટે બંગાળની સુરક્ષા સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને ન્યાયિક અધિકારીઓની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય દળોને સોંપી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code