Site icon Revoi.in

અમદાવાદમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું

Social Share

અમદાવાદઃ સ્વદેશી જાગરણ મંચએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આર્થિક સમૂહની સંસ્થા તરીકે કાર્ય કરે છે. ભારતને 2030 સુધીમાં 10 ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાના લક્ષ્ય સાથે 2022માં સ્વાવલંબી ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સ્વદેશી જાગરણ મંચે અને ભગિની સંસ્થાઓએ સાથે મળીને સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ભારતના 770થી વધુ જિલ્લોમાં યુવાનોને સ્વરોજગાર સારું વિવિધ પ્રવુત્તિઓ કરે છે. દરમિયાન સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત યુવાનો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. શહેરના ગુજરાત વિદ્યાપીઠ ખાતે હીરક જ્યંતિ હોલમાં આવતીકાલે શનિવારે બપોરના 12થી 1 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. જેમાં સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંગઠક મા. કાશ્મીરીલાલજી યુવાનો સાથે સંવાદ કરશે.