Site icon Revoi.in

સ્વર કોકિલા શારદા સિન્હાનું 72 વર્ષની વયે દિલ્હી એમ્સમાં નિધન

Social Share

નવી દિલ્હીઃ સ્વર કોકિલા શારદા સિન્હાનું રાત્રે 72 વર્ષની વયે દિલ્હી એમ્સમાં નિધન થયું હતું. ઘણા દિવસોથી તેની સારવાર ચાલી રહી હતી. દેશભરમાં તેની સુરક્ષા માટે પ્રાર્થના થઈ રહી હતી પરંતુ તે જીવનની લડાઈ હારી ગઈ હતી.

છઠ ગીતના પર્યાય એવા શારદા સિંહાને સોમવારે રાત્રે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેનું ઓક્સિજનનું સ્તર સતત ઘટી રહ્યું હતું. લોક ગાયકના પુત્ર અંશુમન સિન્હાએ પોતાના એક વીડિયો મેસેજમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, ‘મલ્ટિપલ ઓર્ગન ડિસફંક્શનની સ્થિતિને કારણે માતા એક મોટી લડાઈમાંથી પસાર થઈ છે. હવે તે એકદમ મુશ્કેલ છે. તમે બધા પ્રાર્થના કરો કે તેઓ લડીને બહાર આવે. છઠ્ઠી માતા કૃપા કરો.

Exit mobile version